<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

રૂટીન હેલ્‍થ ચેકઅપમાં એન્‍જીયોગ્રાફી જરૂરી નથી

જીવન શૈલીમાં યોગ પૂરતી ઊંઘ, ધ્‍યાન, ખાન-પાન કાળજી જરૂરી છેઃ ડો. સ્‍વપ્‍નીલ શાહ

‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અમદાવાદના ડો.સ્‍વપ્‍નીલ શાહ નજરે પડે છે. (તસ્‍વીર- સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૩: રૂટીન હેલ્‍થ ચેકઅપ કરાવો તેમાં એન્‍જીયોગ્રાફી કરાવવાની જરૂર નથી. અમદાવાદના ડો. સ્‍વપ્‍નીલ શાહ ‘અકિલા'ની મુલાકાત આવ્‍યા હતા. તેઓ マદયરોગ અને તેની સારવાર અંગે જાગૃતિ કાર્યક્રમો યોજે છે. રાજકોટમાં પણ ‘દિલની વાતો' કાર્યક્રમનું આયોજન થયું છે.

 લાઇફ સ્‍ટાઇલ વેલનેસ હોસ્‍પીટલના એમ.ડી. ફીઝીશ્‍યન ડોક્‍ટર સ્‍વપ્‍નિલ શાહે  જણાવ્‍યું ંહતું ક, મે ᅠ વિશ્વમાં એન્‍જીયોગ્રાફિને પ્રાયમરી ઇન્‍વેસ્‍ટીગેશન તરીકે કયાંય સ્‍વિકારવામાં આવી નથી ડો. સ્‍વપ્‍નિલ શાહે અત્‍યાર સુધીમાં ૫૦૦૦થી વધુ હાર્ટના દર્દીઓની સારવાર કરીને સાજા કર્યા છે. તેમણે જણાવ્‍યું હતું કે, મારી પાસે ૧૫ ટકા હાર્ટપમ્‍પિંગ સાથે આવેલા દર્દીઓનું સારવાર પછી હાટે પમ્‍પિંગ ૩૪ કે ૪૦ ટકા પહોંચેલું છે.

 ડો. સ્‍વપ્‍નિલ શાહ કહે છે. અમેરિકામાં કરેજ ટ્રાયલ થયો હતો જેમાં ૨૩૦૦ લોકોને ઇન્‍વોલ કરવામાં આવ્‍યા હતા. તેમાંથી ૫૦ ટકા લોકોને સ્‍ટેન્‍ટ મૂકવામાં આવ્‍યા હતા. જ્‍યારે ૫૦ ટકા લોકોને માત્ર દવા આપવામાં આવી હતી. આ ટ્રાયલ ૧૫ વર્ષ સુધી ચાલી તેના ઉપરથી પૂરવાર થયું કે, જે લોકોને દવા અપાઈ અને જે લોકોને સ્‍ટેન્‍ટ મુકાયું તેમાંથી બંનેમાં મળત્‍યુ દર સરખો હતો. લક્ષણ ઓછું કરવામાં ફાયદો છે પણ જિંદગી બચાવવામાં સ્‍ટેન્‍ટનો કોઈ રોલ નથી. જ્‍યારે હાર્ટ એટેક આવે છે ત્‍યારે ગોલ્‍ડન અવર એટલે કે જ્‍યારે એટેક ચાલુ હોય તેના ૪ થી ૬ કલાક અંદર સ્‍ટેન્‍ટ મૂકવામાં આવે તો તે તમારી જિંદગી બચાવે છે.

 ડો. શાહ કહે છે ક, હેલ્‍થ ચેકઅપની જેમ લોકો ચણા-મમરાની જેમ એન્‍જોયોગ્રાફી કરાવી રહ્યા છે. જેના, લીધે લોકો રૂપિયા અને શરીર બંને ખરાબ કરી રહ્યા છે. વારંવાર અથવા બિન જરૂરી રીતે એન્‍જોયોગ્રાફીથી કિડનીને અસર થાય છે. તેમાં વપરાતું રેડિયેશન શરીરમાં જાય છે તેમાં વપરાતી ડાયનું રિએક્‍શન થઈ શકે છે. ખોટા ડરથી દૂર રહેવું જોઈએ. ડો. શાહ કહે છે.  ખાસ કરીને હાલ હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેનું મુખ્‍ય કારણ છે યુવાનોની ખરાબ લાઈફ સ્‍ટાઈલ અને સાથે સાથે ટ્રેસ પણ એટલો જ જવાબદાર છે. ગુજરાતમાં રોજના ૧૫૦ જેટલા કેસ હાર્ટ એટેકના આવે છે અને મળત્‍યુ દર પણ વધી રહ્યો છે. લોકોએ અને ખાસ કરીને યુવાનોએ પોતાની જીવનશૈલી બદલવી ખૂબ જ જરૂરી છે. ખાવા પીવા, કસરત, પૂરતી ઊંઘ. મેડિટેશન યોગા તરફ આગળ વધવું જોઈએ.

ડો. સ્‍વપ્‍નિલ શાહનું અમદાવાદમાં આવેલ ગુજરાતનું એક માત્ર લાઇફ સ્‍ટાઇલ વેલનેસ સેન્‍ટર છે જ્‍યાં નોન ઇન્‍વેજીવ શષાક્રિયા વગર હાર્ટની સારવાર કરવામાં આવે છે.  આ ઉપરાંત અહીં હાયપર બેરિક ઓકિસજન થેરપી અહીં ઉપલબ્‍ધ છે. આ થેરપી ૧૦૦ ટકા ઓક્‍સિજન દ્વારા નવા ચેતાતંતુ અને નવું લોહીની પરિભ્રમણ વધી શકે છે. જેમાં દર્દીને ખાસ તૈયાર કરેલા પ્રેશરાઇઝ ચેમ્‍બરમાં શુદ્ધ ઓક્‍સિજન શ્વસન કરાવવામાં આવે છે. લોહીના પ્રવાહમાં ઓક્‍સિજનની સાંદ્રતામાં વધારો શરીરની કુદરતી સારવાર પ્રક્રિયાઓને વેગ આપે છે. હાયપર બેરિક ઓક્‍સિજન થેરપીનો ઉપયોગ મગજને લગતી બીમારી જેવીકે, પાર્કિન્‍સન, અલ્‍જાઈમર, કાનમાં બહેરાશ આવવાની બીમારી, ઓટીજમ કરીને નાના છોકરાઓની બીમારી, ઘા ના રૂજાતો હોય તો તેના માટે તે ઉપરાંત જનરલાઈઝ વેલનેસમાં પણ થઇ શકે છે.

ડો. સ્‍વપ્‍નિલ શાહ ગુજરાતના એકમાત્ર એવા ડોક્‍ટર છે જેના ઇન્‍સ્‍ટ્રાગ્રામ, ફેસબુકમાં લાખોમાં ફોલોવર્સ છે. તેઓના વિડિઓ આજે મિલિયનની સંખ્‍યામાં લોકો જોઈ રહ્યા છે. ડૉ. સ્‍વપ્‍નિલ શાહને તમે ઈન્‍સ્‍ટાગ્રામ, ફેસબુક ઉપર રોજ મળી શકો છો. તબીબી ક્ષેત્ર અને આરોગ્‍યની જાળવણી માટે ડૉ. સ્‍વપ્‍નિલ શાહ લાખો લોકોને સોશિયલ મીડિયામાં રોજ નવી નવી અપડેટ આપે છે. વધુ વિગત માટે ડો. સ્‍વપ્‍નિલ  શાહનો સંપર્ક ૭૩૮૩૪૪૨૨૨૨ પર કરી શકાય છે.

(4:09 PM IST)