<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

રાજકોટની સ્વસ્તિક હાઈલેન્ડ્સ સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ-૨૦૨૫નું ભવ્ય અને સફળતાપૂર્વક સમાપન : વરસાદ પણ ખેલૈયાઓનો ઉત્સાહ ન તોડી શક્યો

સોસાયટીના બાળકોને ૧૫ દિવસ સતત પ્રેક્ટિસ કરાવનાર પાંચ બહેનોનું સન્માન : માંગરોળના જાવિદ મીર અને ટિમના ઢોલ-શરણાઈના તાલે ખેલૈયા ઝુમ્યા : ૩૦ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ

રાજકોટ, ૪ ઓક્ટોબર: સ્વસ્તિક હાઈલેન્ડ્સ ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત સ્વસ્તિક નવરાત્રિ ૨૦૨૫ મહોત્સવ સંસ્કૃતિ અને સમુદાય ભાવનાનું જીવંત પ્રદર્શન બન્યો હતો, જે ભારે સફળતાપૂર્વક સંપન્ન થયો છે. વરસાદના કારણે પણ સોસાયટીના નિવાસી ખેલૈયાઓના ઉત્સાહમાં જરાય ઘટાડો જોવા મળ્યો નહોતો અને પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બાળકોને રાસ-ગરબાની તાલીમ:
નવરાત્રિના આયોજન પૂર્વે સતત ૧૫ દિવસ સુધી નાના બાળકોને રાસ-ગરબાની પ્રેક્ટિસ કરાવવા માટે પોતાનો કિંમતી સમય ફાળવનાર બહેનો તેજલબેન વિજયભાઈ દેવળીયા, નેહાબેન મિલનભાઈ પરીખ, ખુશ્બુબેન પારેખ, દિપાલીબેન દોશી, અને બીનાબેન જીમૂલિયાનો એસોસિએશને આભાર વ્યક્ત કર્યો હતો.
સ્પર્ધા અને ઇનામ વિતરણ:
નવરાત્રીનું મુખ્ય આકર્ષણ ગરબા સ્પર્ધા રહી, જેમાં નિવાસીઓએ રંગબેરંગી પરંપરાગત પોશાકમાં ભાગ લીધો હતો. ગરબાના મેદાન પર જોશ અને ઊર્જાનો માહોલ છવાયો હતો. દશેરાના દિવસે ખાસ સ્પર્ધા અને મંડળી ગરબાનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં વેલ ડ્રેસ અને વેલ પ્લે પ્લેયર્સને ઇનામો આપવામાં આવ્યા હતા. કુલ ૩૦ ખેલૈયાઓને ઈનામ આપી સન્માનિત કરાયા હતા.
જજ અને મહેમાનો:
ખેલૈયાઓનું સિલેક્શન કરવા માટે જજ તરીકે શ્રીમતી દિપાલીબેન દોશી, શ્રીમતી બીનાબેન જીમૂલિયા, અને શ્રીમતી મયુરીબેન સોમૈયાએ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત, માંગરોળથી ખાસ પર્ફોર્મન્સ આપવા આવેલા જાવિદ મીર તથા તેમની ટીમના ઢોલ-શરણાઈના તાલે ખેલૈયા ઝુમી ઉઠ્યા હતા.
કાર્યક્રમના આમંત્રિત મહેમાનોમાં કિશોરભાઈ રાઠોડ (પૂર્વ મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી), ભાસ્કરભાઈ જોશી (સિનિયર એડવોકેટ એન્ડ નોટરી), પૂજ્ય શ્રી ઓમ દાદા - ઓમકારા સરકાર (ઓમકારા સંપ્રદાયના સ્થાપક), યુવા એડવોકેટ અને જૈન અગ્રણી શ્રી હર્શીલભાઈ શાહ, તથા રાષ્ટ્રીય હિંદુ સમિતિના રાજકોટ જિલ્લા મહામંત્રી શ્રી ભૌમીક્ભાઈ મેહતા એ વિજેતાઓને સન્માનિત કરી ઇનામ વિતરણ કર્યું હતું.
આયોજનમાં સહકાર:
આ ભવ્ય આયોજન સ્વસ્તિક હાઈલેન્ડ્સ ઓનર્સ એસોસિએશનના સામૂહિક પ્રયાસોથી શક્ય બન્યું હતું. આ સમગ્ર આયોજનમાં સોસાયટીના ડિરેક્ટરશ્રીઓ: કેયુરભાઈ શાહ, અશોકભાઈ વડેરિયા, સુનીલભાઈ વાડોદરિયા, કિશોરભાઈ વસાણી, મહેન્દ્રભાઈ રેણુકા, માધવભાઈ મેહતા, પીયુશભાઇ પાબારી, અજયભાઈ માંડલિયા, અલ્પેશભાઈ ચોટલીયા, દિવ્યેશભાઈ વેકરીયા તેમજ કમિટી મેમ્બરશ્રીઓ: ધાર્મિકભાઈ મેહતા, એડવોકેટ ભાવિકભાઈ કાસુન્દ્રા, કેતનભાઈ પોપટ, સાગરભાઈ ત્રિવેદી, જયદીપભાઈ ઝાલાડી, નીકેશભાઈ ગણાત્રા, કૌશલભાઈ સોમૈયા, પ્રવીણભાઈ ગોર્વાડીયા, વિનુભાઈ વાછાણી, હેમંતભાઈ કામરીયા, નીલેશભાઈ મણીયાર, વિકીભાઈ પટ (સોની), દુશ્યન્તભાઈ શુક્લા, વિપુલકુમાર ચહલીયા, સ્વપ્નીલભાઈ ભાયાણી, જયદીપભાઈ વ્યાસ, ભાવેશભાઈ વાછાણી, ભાવિનભાઈ મનડાણી, ડી.એન. કાસુન્દ્રા, રમેશભાઈ ચંદ્રાલા, નલીનભાઈ કથ્રેચા, મુકુંદભાઈ વરિયા, જેન્તીભાઈ વરિયા, પરેશભાઈ દવે, જયેશભાઈ કામદાર, હિતેનભાઈ પંડ્યા, રમેશભાઈ સુરાણી, વિવેકભાઈ પારેખ, અને મૌલિકભાઈ સવાણી નો અવિરત સહકાર અને મહેનત સામેલ રહ્યા હતા. એસોસિએશને તમામ નિવાસીઓ અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

(1:58 PM IST)