તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Saturday, 4th October 2025
સીંગતેલમાં ૩ દિ'માં ૬૦ રૂા.નો ઉછાળો
આજે ૧પ રૂા. વધ્યા : કાચા માલની અછતના બહાને ફરી ભાવવધારો : કપાસીયા તેલમાં આજે ૧૦ રૂપીયાના ઘટાડા સાથે ૩ દિ'માં રપ રૂા. તૂટયા

રાજકોટ, તા., ૪ : સીંગતેલમાં કાચા માલની અછતના બહાને ફરી ભાવવધારાનો ખેલ શરૂ થયો હોય તેમ આજે વધુ ૧પ રૂા.નો ઉછાળો થયો હતો. છેલ્લા ૩ દિવસમાં સીંગતેલમાં ડબ્બે ૬૦ રૂપીયાનો ભાવવધારો થયો છે.
સ્થાનીક બજારમાં કાચા માલની અછતના બહાને આજે સીંગતેલમાં વધુ ૧પ રૂપીયા વધ્યા હતા. ગઇકાલે સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા)નો ભાવ ૧૩૧૦ રૂા. હતા તે વધીને આજે ૧૩રપ રૂા. ભાવ બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ રર૮૦ થી ર૩૩૦ રૂા. હતા તે વધીને રર૯પ થી ર૩૪પ રૂા. થયા છે. છેલ્લા ૩ દિવસમાં સીંગતેલમાં ૬૦ રૂપીયા વધી ગયા છે. સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે કાચા માલની અછતના કારણે ભાવવધારો થયાનું સતાવાર કારણ અપાય છે. પરંતુ ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલખ પાક થનાર હોય દિવાળી પુર્વે અછતના બહાને સીંગતેલના ભાવ વધારવાનો સટોડીયાઓનો ખેલ હોવાનો વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.
બીજી બાજુ કપાસીયા તેલમાં આજે ૧૦ રૂા.ના ઘટાડા સાથે છેલ્લા ૩ દિવસમાં રપ રૂા.નો નોંધપાત્ર ભાવઘટોડો થયો છે. કપાસીયા ટીનના ભાવ ઘટીને રર૦૦ થી રરપ૦ રૂા. થયા છે. (૪.૧૪)
(2:40 PM IST)










