તા. ૧૨ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 4th October 2025
વોર્ડ નં. ૧૧ માં વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત
ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની જનભાગીદારી યોજના અંતર્ગતની ગ્રાંટમાંથી જુદા જુદા ત્રણ કામોનો પ્રારંભ ખાતમુહૂર્ત શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યું

રાજકોટ : મહાનગરપાલિકા વોર્ડ નં.૧૧માં ૧) વોર્ડ નં.૧૧ની જુદી જુદી સોસાયટીમાં રસ્તાના સાઈડ સોલ્ડરમાં પેવીંગ બ્લોક નાખવાનું કામ (રૂ.૧.૯૫ કરોડ), ૨) વોર્ડ નં.૧૧ની ૪૦ ફૂટ રોડને લાગુ સોસાયટીમાં ડામર રી-કાર્પેટ કરવાનું કામ (રૂ.૧.૪૮ કરોડ), ૩)વોર્ડ ૧૧માં વર્ષ ૨૦૨૫-૨૬ના એક્શન પ્લાન હેઠળ રસ્તા પર ડામર કરવાનું કામ (રૂ.૮૬ લાખ) એમ કુલ ત્રણ કામોનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારનામંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શહેર મંત્રી ભરતભાઈ શિંગાળા, પ્રદેશ કિશાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટ, પૂર્વ શાસક પક્ષ નેતા રાજુભાઈ બોરીચા, કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, પ્રભારી વોર્ડ નં.૮ સંજયભાઈ દવે, વોર્ડ નં.૧૩ પ્રભારી પ્રવિણભાઈ પાઘડાર, વોર્ડ પ્રમુખ હિરેનભાઈ મૂંગપરા, મહામંત્રી વિનુભાઈ ઇસોટીયા, મુળુભાઈ ઓડેદરા, અગ્રણી મનહરભાઈ બાબરીયા, મહેશભાઈ પીપળીયા, ફર્નાન્ડીઝભાઈ પાડલીયા, યોગેશભાઈ પાંચાણી, પ્રવિણભાઈ ઠુંમર, ધર્મેશભાઈ સોલંકી, અંકુરભાઈ ધામેલીયા, મોહિતભાઈ ઘોડાસરા, રસિકભાઈ મુંગરા, જીતુભાઈ ધામેલીયા, સુનીલભાઈ સાગઠીયા, ભાસ્કરભાઈ જસાણી, નિખીલભાઈ શિશાંગીયા, પૂજાબા જાડેજા, તોહલબેન જાદવ, હિતેશભાઈ મુંગરા, લક્ષ્મણભાઈ હરસોડા, વેલભાઈ ગમારા, મુકેશભાઈ પંડિત, નરેશભાઈ ત્રાડા, દિનેશભાઈ ચાંપાણી, ફુલભાઈ કાથરોટીયા, સંજયભાઈ હિરપરા, પરસોતમભાઈ કાલાવડીયા, ધીરેનભાઈ કરગથરા, નિકુંજભાઈ સાવલીયા, ભાવેશભાઈ વેકરીયા, વિનુભાઈ લાલકીયા, વિજયભાઈ માલધારી, ધીરૂભાઈ ઘાડિયા, હસુભાઈ લુણાગરીયા, સુરજભાઈ ડેર તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.
(2:40 PM IST)










