News of Saturday, 4th October 2025
શ્રી રૂદ્રશક્તિ મહિલા સેવા સંસ્થાન દ્વારા તા.૦૬ ને સોમવારે ક્ષત્રિય રાજપૂત બહેનો માટે બાલભવન ખાતે શરદોત્સવ

રાજકોટ તા.૪: ક્ષત્રિય સમાજના બહેનો માટે વર્ષભર વિવિધ પ્રવૃતિઓ અને વર્કશોપનું આયોજન કરતી રહેતી શ્રી રૂદ્ર શકિત મહિલા સેવા સંસ્થાન દ્વારા દરવર્ષની માફક આ વર્ષે પણ આશો મહિનાને અનુલક્ષી માં જગદંબાની આરાધના માટે ક્ષત્રિય રાજપુત બહેનો માટે શરદોત્સવનું ભવ્ય આયોજન પ્રમુખ શ્રી માયાબા જાડેજાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે.
સાંજે ૬ થી ૧૦ સમય મર્યાદા સાથે ક્ષત્રિય સમાજનાં બહેનો માટે કાર્યક્રમ યોજાશે. જેમાં ૫ થી ૧૫ વર્ષ A ગ્રૂપ, ૧૬ થી ૩૦ વર્ષ B ગ્રુપ, ૩૧ થી ૫૦ વર્ષ C ગ્રુપ અને નવા જ ઉદ્દેશ્ય સાથે ૫૦ વર્ષ થી ઉપરના વયના બહેનો માટે D ગ્રુપ માં રાસ રમાડવામાં આવશે. થ્રી-વે ૪૦,૦૦૦ વોલ્ટ ની સાઉન્ડ સિસ્ટમ, વ્હાઈટ હેલોજન ટાવર સાથે ઉત્તમ ઓર્કેસ્ટ્રા અને કોકીલ કંઠી સિંગરો દ્વારા આ આયોજનમાં ગરબા ગવાશે. દરેક દીકરીઓ - બહેનો પરંપરાગત દરબારી પોષાક સાથે રમશે, જેમાં ક્ષત્રિય સમાજની માન, મર્યાદા અને ગરિમા જોવા મળશે.
આ કાર્યક્રમ પ્રમુખશ્રી અ. સૌ. માયાબા જાડેજા (શાપર) ની આગેવાની હેઠળ, ટીમ - કુ. ભાર્ગવીબા ગોહિલ (કૂકડ), ડોક્ટર અનુષ્કાબા જાડેજા (શાપર) , રમણીકબા વાળા (સમર્પણ હોસ્પિટલ), ભાવનાબા વાઘેલા (છબાસર), ચંદ્રાબા પરમાર(મુળી), નયનાબા જાડેજા (સાપર), જ્યોતીબા પરમાર(મુળી), કુસુમબા રાઠોડ (આકોલ), પ્રફુલ્લાબા વાઢેર (આરંભડા), સુધાબા ઝાલા(જેસડા), રાજુબા જાડેજા(પીપર), અલ્પાબા ઝાલા(નેકનામ), નયનાબા જાડેજા(પાંચસરા), ઈલાબા જેઠવા (પાંડાવદર), હીનાબા જાડેજા(વડીયા), પ્રીતિબા જાડેજા (વડીયા), ગીતાબા ચુડાસમા (ખાખીજાળિયા), સુમિતાબા સરવૈયા (જેસર), લીનાબા જાડેજા(સાપર), ધર્મિષ્ઠાબા જાડેજા (ભુજપુર), કોમલબા ચુડાસમા, કિર્તિબા જાડેજા (ખોખરી) જેહમત ઉઠાવી રહ્યા છે
કોઈ દીકરીઓ સાથે અન્યાય ન થાય એ ઉદ્દેશ્યથી આ વર્ષે એક નવા રૂપ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક ગ્રુપ માંથી ૧૦ નંબર આપવામાં આવશે. ૫૦ વર્ષથી ઉપરના બહેનો માટે ૧૦ પ્રોત્સાહન ઈનામ રાખેલ છે તથા ત્રણ બમ્પર ઇનામ રાખેલ છે.
(3:14 PM IST)










