News of Saturday, 4th October 2025
વરસતા વરસાદમાં ભૂલકાઓની દાંડિયા મસ્તી

રાજકોટઃ બાલભવન રાજકોટ દ્વારા નવરાત્રીનું બાલભવનમાં ગ્રાઉનડમાં વસંત સાઉન્ડનાં તાલે ૫ થી ૧૬ વર્ષના ગ્રુપમાં બાળ ખેલૈયાઓએ ગરબા-દાંડીયારાસની રમઝટ બોલાવી સાથે સનેડો, ભાઇભાઇ, અને ટીટોડાનાં તાલમાં પણ ઝૂમ્યા. સર્વશ્રી કાશ્મીરાબેન નથવાણી, શ્રી ધનસુખભાઇ ભંડેરી સહીતનાં મહેમાનોએ માઁ જગદંબાની આરતી નિણાયકો પુજાબેન પટ્ટણી, પુજાબેન જાડેજા, મીતાલીબેન લોકવાણી અને કમલાબેન ભાગ્યોદયએ મંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) તથા ડો. યજ્ઞેશભાઇ જોષી સાથે મહેમાનોનાં વરદ હસ્તે વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું . સંચાલન ધર્મેન્દ્ર પંડયા દ્વારા કરાયું હતું.(૩૮.૩૬)
(3:41 PM IST)










