News of Monday, 6th October 2025
કાલે નાની-નાની ૩૭ દીકરીઓ ‘‘સોમનાથની સખાતે વીરહમીરજી ગોહિલ''નું આખ્યાન રજૂ કરશે
આશાપૂરા ગરબી મંડળ દ્વારા આયોજનઃ ધર્મપ્રેમીજનોને આમંત્રણ

રાજકોટઃ આશાપુરા ગરબી મંડળ છેલ્લા ૧૪ વર્ષ થી પ્રાચીનતાને જાળવી રાસ ગરબા આખ્યાન નાટકનું આયોજન કરે છે. નવે - નવ નોરતા દરમ્યાન ગરબીનું જોરદાર આયોજન કરવામાં આવ્યું. રા'નવઘણ અને બેન જાહલની ચીઠ્ઠી નું આખ્યાન તેમજ શરદ પૂનમની રાત્રે તા.૦૭ અને મંગળવારે રાત્રે ૧૦ વાગ્યે રજૂ કરવામાં આવશે.
સોમનાથ ની સખાતે વીર હમીરજી ગોહિલ નું આખ્યાનએ પણ નાની નાની બાળાઓ દ્વારા શબ્દો ની છટા સાથે રજૂ કરવામાં આવશે. સ્થળઃ ન્યૂ ગણેશ સોસાયટી શેરી નં ૧૦/૨નો ખૂણો વિવેકાનંદ સ્કુલ વાળી શેરી, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ૩૭ દીકરીઓ દ્વારા બોલીને આ આખ્યાન રજૂ કરવામાં આવશે.
આયોજનમાં જયુભા સિંધવ (લોકસાહિત્યકાર), રવિભાઇ ચૌહાણ, સુખદેવસિંહ ખેર, હાર્દિકસિંહ જોડાયા છે. વધુ માહિતી માટે મો. ૯૮૭૦૦ ૫૧૮૬૭ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વરીઃ અભિજીત બગથરીયા) (૩૮.૧૫)
(2:05 PM IST)










