<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

લોધીકા તાલુકાના રાવકી-શાપર રોડને જોડતા ૬.૨૦ કિ.મીના રોડના નવીનીકરણ માટે રૂ.૮.૮૦ કરોડ મંજુરઃ ભાનુબેન

શાપર-વેરાવળ, રાવકી, ખાંભા, માખાવડ, હરીપર-તરવડા તેમજ મેટોડાના ઇન્‍ડસ્‍ટ્રિયલ ઝોન સહિત આસપાસના ગામડાઓને લાભ મળશે

રાજકોટઃ જિલ્‍લાના લોધીકા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવતા ઔદ્યોગિક વિસ્‍તારને જોડતા રોડ રસ્‍તાઓની સ્‍થિતી સુધારવાની તાતી જરૂરિયાત હોવાથી તેમજ સ્‍થાનિકે વાહનોની અવર જવર પણ વધુ પ્રમાણમાં રહેતી હતી. તેથી ઔદ્યોગિક વિસ્‍તાર અને સ્‍થાનિક પ્રજાજનોને આ ખરાબ રસ્‍તાઓને કારણે ઘણી બધી મુશ્‍કેલી પડતી હતી તેથી ગ્રામ પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓ દ્વારા આ રસ્‍તાઓના માટીકામ, મેટલકામ, ડામરકામ, નાળાકામ, કોઝ-વે તેમજ સી.સી રોડ બનાવવા રાજયના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતને ધ્‍યાને લઇ ઔદ્યોગિક વિસ્‍તાર ધરાવતા રાવકી-શાપર રોડના રીસફેસિંગ તેમજ આનુષંગિક કામગીરી માટે ૬.૨૦ કિ.મીના રોડના નવીનીકરણ માટે રૂ. ૮.૮૦ કરોડની મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સૈધ્‍ધાંતિક મંજૂરી આપી છે. આ રસ્‍તાઓના નવીનીકરણ માટે માટીકામ, મેટલકામ, ડામરકામ, નાળાકામ, કોઝવે, સી.સી.રોડ, અને પ્રોટેકશન વોલ સહિતની જરુરી આનુષંગિક કામગીરી કરાશે.

રાજકોટને જોડતા આ માર્ગોના નવિનીકરણની મંજુરી મળતા શાપર-વેરાવળ, રાવકી, ખાંભા, માખાવડ, હરીપર-તરવડા તેમજ મેટોડાના ઇન્‍ડસ્‍ટ્રિયલ ઝોન સહિત આસપાસના ગામડાઓને આનો લાભ મળશે તેમજ રાજકોટના ગ્રામ્‍ય વિસ્‍તારના પ્રજાજનોએ હર્ષની લાગણી અનુભવી હતી. આ રસ્‍તાઓના નવીનીકરણથી ઔદ્યોગિક વિકાસ સાથે સાથે સ્‍થાનિક લોકોમાં રોજગારી અને આધુનિક સુવિધાઓમાં પણ વધારો થશે.

મંત્રી ભાનુબેન બાબરીયાએ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલનો આભાર વ્‍યકત કરેલ. 

(2:06 PM IST)