તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Monday, 6th October 2025
મંછાનગરમાં વાહન દૂર રાખવા મામલે પ્રભુભાઇ પર પાઇપથી હુમલો
પડોશી જયેશ, અજય, પ્રકાશે મારકુટ કરી લીધી

રાજકોટ તા. ૬: જુના માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતાં રિક્ષાચાલક પ્રભુભાઇ મોતીભાઇ જોગરાજીયા (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢને સાંજે ઘર પાસે રહેતાં અજય, જયેશ, પ્રકાશ સહિતે પાઇપથી માર મારતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનને જાણ કરી હતી.
પ્રભુભાઇએ કહ્યું હતું કે સવારે મારા પત્નિએ પડોશીઓને તેના વાહનો અમારા ઘરથી થોડે દૂર પાર્ક કરવાનું કહેતાં બોલાચાલી થઇ હતી. હું સાંજે ઘરે આવ્યો ત્યારે ફરીથી ઝઘડો ચાલુ કરવામાં આવતાં હું સમજાવવા જતાં મારા પર હુમલો થયો હતો.
(2:43 PM IST)










