<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

શરદી-તાવ-ઉધરસ-ઝાડા-ઉલ્‍ટીના કેસ ઘટયાઃ ૧પપ૧ દર્દી

મનપા દ્વારા ૩૦૯૯૪ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૭૪૬ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવો : મચ્‍છરજન્‍ય રોગચાળામાં ડેન્‍ગ્‍યુના ૪ દર્દી, મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩૭૪ને નોટીસ

 

રાજકોટ તા. ૬: શહેરમાં ચાોસમા ઋતુમાં રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં ગત સપ્‍તાહ કરતા આ સપ્‍તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના કેસમાં આંશીક ઘટાડો જોવા મળ્‍યો છે.

આ સપ્‍તાહે ૧પપ૧થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છજન્‍ય રોગના ૪ કેસ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ર૯ સપ્‍ટે.થી પ ઓકટો. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ૪ કેસ

છેલ્લા સપ્‍તાહમાં ડેન્‍ગ્‍યુના ૪ કેસ નોંધાયા છે.

શરદી-ભાવના ૧પપ૧ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૦૧ તેમજ સામાન્‍ય તાવના ૭૧૭ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ર૬, ટાઇફોઇડના ૩ તથા કમળાના ૪ સહિત કુલ ૧પપ૧ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ર૮૬૬૧ તેમજ સામાન્‍ય તાવતા ર૯પ૯પ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૭૩ર૭ તથા ટાઇફોઇડના ૮૬ તેમજ કમળાના ૧૧૯ કેસ નોંધાયા છે.

મચછર ઉત્‍પતિ સબબ ૩૭૪ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહયા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૦૯૯૪ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૭૪૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય પ૪ર થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૩૭૪ લોકોને નોટીસ પાઠવી હતી. (૭.ર૯)

 

 

(2:49 PM IST)