News of Monday, 6th October 2025
રીક્ષામાં ઉલ્ટી-ઉબકાનું નાટક કરી મુસાફર કમાભાઇનું પાકીટ સેરવી લેવાયુ
સિવિલ હોસ્પિટલ ચોક પાસે બનાવ : આ ભાઇ બીમાર છે કહી ચાલકે રીક્ષા ઉભી રાખી યુવાનને ઉતારી દીધો

રાજકોટ, તા. ૬ : સિવિલ હોસ્પિટલ ચોક નજીક રીક્ષામાં ઉલ્ટી-ઉબકાનું નાટક કરી ગઠીયાએ મુસાફરનું રૂા. ૯ હજારની રોકડ સાથેનું પાકીટ સેરવી લેતા એ-ડીવીઝન પોલીસમાં ફરીયાદ થઇ છે.
પ્રાપ્ત વિગત મુજબ જસદણના અજમેર ગામ હાલ સંતકબીર રોડ પર રાજારામ સોસાયટી શેરી નં. ૯માં રહેતા કમાભાઇ વાલાભાઇ ખાંભલા (ઉ.વ.૩૮) એ એ-ડીવીઝન પોલીસમાં રીક્ષા ચાલક અને પાછળ બેઠેલા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવીછ ે. કમાભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે હું ટેન્કર ચલાવુ છું. તા. ૪ ના રોજ રાત્રે ટેન્કર ખંઢેરી સ્ટેડીયમ પાસે મુરલીધર હોટલ પાસે પાર્ક કર્યા બાદ રીક્ષા બેસી સિવિલ હોસ્પિટલ ચોક પાસે ઉતર્યો હતો. મારે રણછોડદાસ બાપુના આશ્રમે જવુ હોઇ જેથી હોસ્પિટલ ચોક પાસે ઉભો હતો. ત્યારે એક રીક્ષા ચાલકે રીક્ષા ઉભી રાખતા મેં તેને રણછોડદાસબાપુના આશ્રમે જવુ છે તેમ કહી રીક્ષામાં બેસી ગયો હતો. રીક્ષામાં અગાઉથી એક શખ્સ બેઠો હતો. ચાલકે રીક્ષા થોડે આગળ ચલાવતા મારી બાજુમાં બેઠેલો શખ્સ અચાનક ઉલ્ટી કરવા માટે મારી સાથે ધક્કા મુકકી લાગ્યો હતો. ત્યાં રીક્ષાના ચાલકે રીક્ષા ઉભી રાખી કહેલ કે આ ભાઇ બીમાર છે તમે રીક્ષામાંથી નીચે ઉતરી જાવ કહી રીક્ષામાંથી ઉતરી દીધો હતો અને થોડીવાર પછી મારા ખીસ્સામાં જોતા રૂા. ૯૦૦૦ ની રોડ ભરેલુ પાકીટ જોવા ન મળતા રીક્ષામાં બેઠેલા શખ્સે પાકીટ કાઢી લીધુ હોવાનું જાણવા મળતા એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આ અંગે એ.એસ.આઇ. વિશ્વાબેન દહીયાએ તપાસ હાથ ધરી છે.
(4:31 PM IST)










