<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

જિલ્લા પંચાયત કચેરીના ખર્ચની તપાસનો વચગાળાનો અહેવાલ મંગાશે

અધિકારી કક્ષાએ કામગીરી થતી હોય છે ખોટુ કર્યુ હશે તો ફીટ થશે તપાસમાં વિલંબ થવાનો કારોબારી અધ્‍યક્ષ કયાડાનો નિર્દેષઃ જવાબદારી ‘ઢોળી' દેવાશે ?

રાજકોટઃ તા.૬, જિલ્લા પંચાયતની કચેરી નવી બનાવવાની હોવાથી વચગાળાની વ્‍યવસ્‍થા તરીકે જુના કોર્ટ બિલ્‍ડિંગમાં જિલ્લા પંચાયત કચેરી ખસેડવામાં આવેલ છે .સ્‍થળાંતર અને મરામતના ખર્ચનો વિવાદ થયો છે  વિવાદ  અંગે માટે પાણી પુરવઠા વિભાગના ઇજનેર શ્રી વકાણી સહિતના અધિકારીઓને તપાસોપવામાં આપવામાં આવેલ છે. તપાસમાં વિલંબ થવાનો અને સંપૂર્ણ અહેવાલ પૂર્વે વચગાળાનો અહેવાલ માંગવાનો નિર્દેશ પંચાયતની કારોબારી સમિતિના અધ્‍યક્ષ પી જી કયાડા એ કર્યો છે.

જિલ્લા પંચાયતમાં સ્‍થળાંતર અને મરામત માટે ૮૪ લાખના ખર્ચનો અંદાજ આપવામાં આવ્‍યો છે જેમાંથી ૨૨ લાખ રૂપિયા ચૂકવાઇ ગયા છે .વિપક્ષે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરતા પદાધિકારીઓએ ભલામણ કર્યા મુજબ ડીડીઓએ તપાસ સમિતિ બનાવી છે .તે સમિતિ તપાસ કરી રહી છે .એક મહિનામાં અહેવાલ આવવાની જાહેરાત કારોબારી અધ્‍યક્ષે કરેલ તેના ૨૦ દિવસ જેટલો સમય થઈ ગયો છે આજે મીડિયાના પ્રતિનિધિઓના સવાલના જવાબમાં કારોબારી અધ્‍યક્ષ શ્રી કયાડાએ જણાવેલ કે મુખ્‍યમંત્રીનો કાર્યક્રમ તહેવારો વગેરે કારણોસર તપાસનો અહેવાલ આવવામાં હજુ ૧૫ દિવસ કે મહિનો થાય તેવી શકયતા છે .થોડા દિવસ પછી અમે વચગાળાનો અહેવાલ માંગશુ  તપાસ ચાલુ છે તેથી તારણ કાઢી શકાય નહીં પણ વહીવટી પ્રક્રિયા અધિકારીઓની કક્ષાએ થતી હોય છે. કારોબારી સમિતિમાં બિલ રજૂ થતા નથી અધિકારીઓએ જે માહિતી આપી હોય તેના આધારે કારોબારી સમિતિ બહાલી આપે છે. ૧૫ લાખથી ઉપરની રકમ માટે કારોબારીની મંજૂરી લેવાની હોય છે.ખોટું થયું હોય તો અધિકારી કક્ષાએ થઈ શકે જો કોઈ અધિકારી જવાબદાર ઠરશે તો ફીટ થશે ફરજ મોકૂફી સહિતના પગલાં આવી શકે છે.

(4:23 PM IST)