News of Tuesday, 7th October 2025
જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં વિકાસ રથ પરિભ્રમણઃ રાત્રે સણોસરામાં સ્વાગત
પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીની હાજરીમાં કાર્યક્રમ

રાજકોટ તા. ૭ :.. રાજય સરકાર દ્વારા આજથી વિકાસ સપ્તાહની ઉજવણી શરૂ થતા જિલ્લાવાર એક-એક વિકાસ રથ મોકલવામાં આવ્યા છે. આ રથ જુદા જુદા ગામોમાં ફરી સરકારની યોજનાઓનો પ્રચાર કરશે. રથનું આજે મંગળવારે રાત્રે ૮ વાગ્યે રાજકોટ તાલુકાના સણોસરા ગામમાં આગમન થશે. ત્યાં જિલ્લા પંચાયતની પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણીની હાજરીમાં સ્વાગત થશે. સ્થળ પર પ્રાસંગિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે. વિકાસ રથના આગમન સમયે સણોસરા મેઇન ગેઇટ પાસે ટી. ડી. ઓ. વનરાજસિંહ ચૌહાણ અને મામલતદાર કીર્તિકુમાર મકવાણા તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહેશે.
આજે સવારે સરધારથી વિકાસ રથનો પ્રારંભ થયેલ. સાંજે ત્રંબા થઇને રાત્રે ૮ વાગ્યે સણોસરા પહોંચશે. આવતીકાલે તા. ૮ મીએ વિકાસ રથ નવાગામ આણંદપર, પરાપીપળીયા અને પડધરીમાં ફરશે. તા. ૯ મીએ સવારે સરપદડ, બપોરે મેટોડા અને રાત્રે ચાંદલી ગામમાં પહોંચશે. રોજના ૩ મુજબ ૯ દિવસના ર૭ ગામડાઓને આવરી લેવામાં આવશે. (પ-૧૬)
(4:08 PM IST)










