News of Tuesday, 7th October 2025
વડાળી ગામે ડુંગર ઉપર બિરાજતા શ્રી વિહોત માતાજીના મંદિરે હવન

રાજકોટઃ નવલા નોરતામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર વડાળી ગામ (વાયા ત્રંબા) ડુંગર ઉપર બિરાજતા દાયકાઓ પુરાણા શ્રી વિહોત માતાજીના મંદિરે આઠમના શુભ દિને હવનનું આયોજન કરવામાંઆવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન પૂજનનો લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો પુરાણા સુપ્રસિધ્ધ એવા શ્રી વિહોત માતાજીના મંદિરે દરેક જ્ઞાતિના લોકો દર્શનનો લાભ લેતા હોય છે. ખાસ કરીને નોરતામાં માઇ ભકતો ઉમટી પડતા હોય છે. તેમ મંદિરનાં પૂજારી શ્રી કાંતિભાઇ મો. ૯૯૧૩૧૩૧૭૨૮ એ જણાવ્યું હતું.
(2:57 PM IST)










