News of Tuesday, 7th October 2025
રોટરી ક્લબ ઓફ રાજકોટ મેટ્રો દ્વારા કાલે શ્રેષ્ઠ શિક્ષકો અને શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓનું સન્માન
૧૦ શિક્ષકો અને ૫૪ સફાઈ કામદારોને સન્માનપત્ર, સાલ ઓઢાડી સન્માન કરાશે

રાજકોટઃ રોટરી ક્લબ ઓફ રાજકોટ મેટ્રો દ્વારા એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના બે પિલર શિક્ષણ અને સ્વચ્છતામાં અમૂલ્ય ફાળો આપનારા શ્રેષ્ઠ વ્યક્તિઓને જાહેરમાં સન્માનિત કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેરના ૧૦ શ્રૈષ્ઠ શિક્ષકો તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૮ વોર્ડમાંથી પ્રતિ વોર્ડ ત્રણ, કુલ ૫૪ શ્રેષ્ઠ સફાઈ કામદારોનું રોટરી ક્લબ ઓફ રાજકોટ મેટ્રો તરફથી સન્માન પત્ર તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે.
આ સન્માન કાર્યક્રમનું મુખ્ય ઉદ્ેશ એ છે કે, શિક્ષણ અને સ્વચ્છતાના ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક સેવા આપનારા કર્મવીરોને માન્યતા આપવી અને સમાજના અન્ય સભ્યોને પણ પ્રેરણા મળે એ દિશાએ આગળ વધવું તેમ સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું. આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશ્નર તુષારભાઈ સુમેરા, જિલ્લા પ્રથમિક શિક્ષણ અધિકારી દિક્ષીતભાઈ પટેલ તેમજ રોટરી ક્લબ ઓફ રાજકોટ મેટ્રોના ડિસ્ટ્રીક ગવર્નર અમરદીપસિંહ બુનેટ, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી કેતનભાઈ જોષી, આસિસ્ટન્ટ ગવર્નર મિતલબેન પટેલ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી ક્લબના પ્રેસિડેન્ટ સંજયભાઈ નિમાવત સેક્રેટરી, મુકેશભાઈ હિરપરા, કિશોરભાઈ રાજ પોપટ, સંજીવભાઈ મોલીયા, નરેશભાઈ પટોડીયા, રાજેશભાઇ તંતી, ડિમ્પલભાઈ લાખાણી, ભરતભાઈ કામલિયા, ધર્મેન્દ્રભાઈ વોરા, સોનલબેન રાજ પોપટ જહેમત ઉઠાવી રહ્યા છે.
કાર્યક્રમ તા.૮ બુધવારે સાંજે ૭ વાગ્યાથી પ્રમુખસ્વામી ઓડિટોરિયમ હોલ (રૈયા ચોકડી પાસે રાજકોટ) ખાતે યોજાશે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:00 PM IST)










