<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

રૈયા રોડના અમૃત પાર્ક ખાતે કાલથી શ્રીમદ્‌ ભાગવત કથા

શાસ્‍ત્રી હર્ષદભાઈ દવે (ચિતલવાળા)ના વ્‍યાસાસને નૃસિંહ પ્રાગટય, રામજન્‍મ, કૃષ્‍ણ જન્‍મ સહિતના પ્રસંગો ધામધુમથી ઉજવવામાં આવશેઃ ધર્મપ્રેમી-જનોને આમંત્રણ

રાજકોટઃ શહેરના રૈયા રોડ ઉપર પ્રમુખસ્‍વામી ઓડિટોરીયમની સામે અમૃત પાર્ક નં.૫ ખાતે અમૃત પાર્ક ઓનર્સ એસોસીએશન દ્વારા આવતીકાલ તા.૮ના બુધવારથી તા.૧૪ના મંગળવાર સુધી શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

આ શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહના મુખ્‍ય યજમાન તરીકે શ્રી શિવ-શક્‍તિ મહિલા મંડળ છે. જ્‍યારે વ્‍યાસાસન પર વિદ્વાન શાસ્‍ત્રી શ્રી હર્ષદભાઈ દવે (ચિતલવાળા) બિરાજી ભવ્‍ય રસપાન કરાવશે. કથા દરમ્‍યાન શ્રી નૃસિંહ પ્રાગટય તા.૧૦ શુક્રવારે સાંજે ૬ વાગ્‍યે, શ્રી વામન જન્‍મ તા.૧૧ શનિવારે બપોરે ૪ વાગ્‍યે, શ્રી રામ જન્‍મ તા.૧૧ શનિવારે સાંજે ૫ વાગ્‍યે, શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવ તા.૧૨ રવિવાર સાંજે ૬ વાગ્‍યે, શ્રી રૂક્ષ્મણી વિવાહ તા.૧૩ સોમવારે સાંજે ૫ કલાકે ઉજવવામાં આવનાર છે.

આ શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ લોકોના કલ્‍યાણ અને ઉત્‍થાન તેમજ સુખ, શાંતિ અર્થે યોજવામાં આવેલ હોવાનું જણાવાયું છે. ધર્મ પ્રેમી જનોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

આયોજનને સફળ બનાવવા ડો.રાજેશ ત્રિવેદી, મનસુખભાઈ વાછાણી, મનીષભાઈ ત્રિવેદી, કેશવજીભાઈ ઘાટોડીયા, પ્રવીણભાઈ ટીંબડીયા, કાંતિભાઈ ભૂત, ગોવિંદભાઈ ડાંગર, મેણાંદભાઈ ડાંગર, મનજીભાઈ ઠોરીયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૪૦.૨૨)

(3:00 PM IST)