<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

તો...દિવાળી રજામાં મહેસૂલી-સરકારી કર્મચારીઓને બખ્‍ખા થઇ જશેઃ રવિ થી રવિ આખુ અઠવાડિયું રજા મળવાની શકયતા

મહેસૂલી કર્મચારી મહામંડળ અને રાજય કર્મચારી મહામંડળ દ્વારા સરકાર સાથે વાટાઘાટો શરૂ થઇ... : તા. ર૧ (ધોકો) અને તા. ર૪ (શુક્રવાર)ની રજા આપવા માંગણીઃ બદલામાં નવેમ્‍બરનો બીજો ચોથો શનિવાર ચાલુ રાખવા માંગણી રાજકોટ મહેસૂલી કર્મચારી મંડળના આગેવાનો કહે છે...સરકાર પોઝીટીવ છે. તો આટલી લાંબી રજા ઇતિહાસ સર્જશે

 

 

રાજકોટ તા. ૭: જો રાજય સરકાર પોઝીટીવ નિર્ણય લ્‍યે તો આ વખતે દિવાળી તહેવારોમાં કર્મચારીઓને રજા અંગે ઐતિહાસિક નિર્ણય અને રેકર્ડ સર્જાશે તેમ સૂત્રો ઉમેરી રહ્યા છે.

આગામી દિવાળીના તહેવારોમાં મહેસૂલ કર્મચારી મંડળ અને રાજ્‍ય કર્મચારી મહામંડળએ સંયુક્‍ત રીતે રાજ્‍ય સરકાર સમક્ષ કર્મચારીઓને સળંગ રજા આપવા માટે વાટાઘાટો શરૂ કરી છે. જો આ વાટાઘાટો સફળ થશે તો રાજ્‍યના કર્મચારીઓને રવિવારથી રવિવાર સુધીનું લાંબુ વેકેશન મળી શકે છે. મંડળોએ મુખ્‍યત્‍વે તારીખ ૨૧મી (ધોકાના દિવસે) અને તારીખ ૨૪મી (શુક્રવાર) ના રોજ રજા જાહેર કરવા અંગે સરકાર સમક્ષ માંગણી મૂકી છે, આ અંગે મંત્રણા ચાલી રહી છે, ર૧મીની રજા તો લગભગ મંજૂર થઇ ગઇ છે, શુક્રવાર અંગે અટકયું છે, તે અંગે પણ ર થી ૩ દિવસમાં નિર્ણય આવી જશે.

રાજકોટ કલેકટર કચેરીના  કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ આ અંગે માહિતી આપતા જણાવ્‍યું હતું કે હાલમાં તારીખઃ૨૦મીઃ દિવાળીની રજા છે.૨૨મી અને ૨૩મીઃ બેસતું વર્ષ અને ભાઈબીજની રજા છે.જો સરકાર ૨૧મી (ધોકો) અને ૨૪મી (શુક્રવાર) ના રોજ રજા જાહેર કરે, તો પછીના શનિ-રવિ (જેમાં ચોથો શનિવાર હોવાથી રજા હોય છે) ની ગણતરી કરતાં, કર્મચારીઓને સળંગ આખું અઠવાડિયું રજા મળી શકે છે, ટુંકમાં રવિવારથી રવિવાર આખું અઠવાડિયું રજા આવી જશે.

કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ સ્‍પષ્ટતા કરી હતી કે આ સળંગ રજાના બદલામાં દિવાળી પછીના બીજા અને ચોથા શનિવારે ઓફિસો ચાલુ રાખવામાં આવે તો કર્મચારીઓ કે અધિકારીઓને કોઈ વાંધો નથી. હોદ્દેદારોએ આશા વ્‍યક્‍ત કરી હતી કે આગામી બેથી ત્રણ દિવસમાં આ પ્રશ્‍ન ઉકેલાઈ જાય તેવી શકયતા છે, અને સાથે જ ઉમેર્યું હતું કે રાજ્‍ય સરકાર પણ આ અંગે હકારાત્‍મક નિર્ણય લેવા જઈ રહી છે. જો આ માંગ સ્‍વીકારાશે, તો લાંબા સમય બાદ રાજ્‍ય કર્મચારીઓને દિવાળીની આટલી મોટી રજાઓ મળશે તે પણ હકિકત છે. (૭.ર૮)

(3:07 PM IST)