<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

નવરાત્રી દરમિયાન બે સગીરે હેન્‍ડલ લોક વગરના ત્રણ બાઇક ચોર્યા

એલસીબી ઝોન-૨ ટીમના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે બંનેને પકડી વાહનો કબ્‍જે કર્યાઃ રાજકોટ અને જેતપુરમાંથી ચોરી કરી હતી

રાજકોટ તા. ૭: શહેરમાં નવરાત્રી દરમિયાન ચોરાઇ ગયેલા બે વાહન અને જેતપુરમાંથી ચોરાયેલા એક બાઇકની ચોરીનો ભેદ એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલી બે સગીરને પકડી લઇ વાહનો કબ્‍જે કર્યા છે. મોજશોખ પુરા કરવા માટે આ બંને રાત્રીના સમયે હેન્‍ડલ લોક ન હોય તેવા વાહન ડાયરેક્‍ટ કરીને ચોરી લેતાં હતાં.

શહેરના યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન હેઠળના રૈયા રોડ રામેશ્વર પાર્ક ખાતેથી એક બાઇક ચોરાયું હતું. એ જ રીતે બાર દિવસ પહેલા માલવીયાનગર પોલીસ સ્‍ટેશન હેઠળના મવડી ચોકડી પાસેથી એક બાઇ ચોરાઇ ગયું હતું. આ બનાવ અંગે ગુના દાખલ થયા હતાં.  દરમિયાન એલસીબી ઝોન-૨ ટીમને મળેલી ચોક્કસ બાતમી પરથી બે સગીરને એક બાઇક સાથે પકડી લઇ પુછતાછ કરવામાં આવતાં બંનેએ કુલ ત્રણ બાઇકની ચોરી કર્યાનું કબુલતાં આ વાહનો કબ્‍જે કરાયા હતાં. ત્રણ પૈકી બે વાહન રાજકોટમાં અને એક જેતપુરમાંથી ચોરી કર્યુ હતું.

આ બંને સગીર રાતના સમયે નીકળતાં હતાં અને હેન્‍ડલ લોક ન હોય તેવા વાહન ચેક કરી ચોરી કરી લેતાં હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા,  ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ  જે. વી. ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્‍સ. રાહુલભાઇ ગોહેલ, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, અનીલભાઇ જીલરીયા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત અને અમીનભાઇ ભલુરે આ કામગીરી કરી હતી. (૧૪.૧૨)

(3:20 PM IST)