News of Tuesday, 7th October 2025
ગાયકવાડીમાં છરીની અણીએ વૃધ્ધાની બંગડી લૂંટનારા ઝડપાયા
સફાઇ કામે આવ્યા ત્યારે એકલા વૃધ્ધાને દાગીના સાથે જોયા ને દાનત બગડી ક્રાઇમ બ્રાંચે ઘંટેશ્વર ૨૫ વારીયાના રવિ, વલ્લભ અને સંજયને પકડયાઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ ડિટેક્શનની વિગતો જણાવી

રાજકોટ તા. ૭: શહેરના ગાયકવાડી વિસ્તારમાં એકલા રહેતા વળદ્ધાના ઘરમાં ઘૂસી છરી બતાવી સોનાની બંગડીની લૂંટ કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ શહેર ક્રાઈમ બ્રાન્ચએ ઉકેલી ઘંટેશ્વર ૨૫ વરિયામાં રહેતા ત્રણ શખ્સોને ઝડપી ે સોનાની બંગડી કબ્જે લીધી છે. આ ત્રણેય શખ્સો સવારના સમયે સફાઈ કામ માટે આવ્યા ત્યારે વળદ્ધાએ હાથમાં બંગડી પહેરી હતી તે જોઈ લીધી હતી. બાદમાં પ્લાન ઘડી રાત્રે લૂંટ ચલાવી હતી. અગાઉ પણ આ શખ્સો ગુનામાં સંડોવાઈ ચુકયા છે.
આ ગુનો ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચના ત્રણ પીઆઈની ટીમો કામે લાગી હતી. દરમિયાન માધાપરથી એઈમ્સ હોસ્પીટલ તરફ જતા રસ્તેથી રવિ રમેશભાઈ આધોજીયા (ઉ.વ.૨૧ રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા કવાટર, જામનગર રોડ), વલ્લભ મનજીભાઈ વાજલીયા (ઉ.વ.૪૫ રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા કવાટર, જામનગર રોડ) તથા સંજય રાયધનભાઈ વાઘેલા (ઉ.વ.૨૨ રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા કવાટર)ને પકડી લઈ સોનાની બંગડી નંગ-૨ કિંમત રૂ ૨,૨૭,૫૫૦, સીએનજી ઓટો રીક્ષા જીજે૦૮એટી-૭૮૭૦ તથા મોબાઈલ ફોન, છરી કબ્જે કર્યા છે.
સંજય અગાઉ રાજકોટ, જામનગર અમરેલીમાં અલગ અલગ ગુનામાં અને વલ્લભ અગાઉ જામખંભાળિયામાં લૂંટ મર્ડરમાં પકડાયો હતો. તે સાતનારી ગેંગમાં પણ કામ કરી ચુક્યો હતો. ત્રણેય આરોપી શનિવારે સવારે ગાયકવાડીમાં સફાઈ કામ માટે ગયા ત્યારે વળદ્ધ અને એકલા જોયા હતા અને તેના હાથમાં સોનાની બંગડી જોઈ હતી તેના આધારે લૂંટનો પ્લાન ઘડ્યો હતો. તેમ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિગતો આપતાં જણાવ્યું હતું.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ તથા પીએસઆઇ એ.એન.પરમાર, વી. ડી. ડોડીયા, એસ. વી. ચુડાસમા, એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઈ કલાલ, વિજયભાઈ સોઢા, વિજયરાજસિંહ જાડેજા, દિગ્પાલસિંહ જાડેજા, અમીતકુમાર અગ્રાવત તથા હેડકોન્સ. કળષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, અર્જુનભાઇ ડવ, પ્રદીપસિંહ જાડેજા, રાજેશભાઈ જળુ, દિપકભાઈ ચૌહાણ, દિલીપભાઈ બોરીચા, જયરાજસિંહ કોટીલા, પ્રતિકસિંહ રાઠોડ, કિશનભાઈ પાંભર, દિપકભાઈ ડાંગર, સંજયભાઈ રૂપાપરા, સુભાષભાઈ ઘોઘારી, મોહીલરાજસિંહ ગોહીલ તથા કોન્સ. ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ જાડેજા, વિશાલભાઈ દવે, તુલસીભાઈ ચુડાસમા, સંજયભાઈ ખાખરીયા, અનુજભાઈ ડાંગર, કરણભાઈ કોઠીવાળ, મહાવીરસિંહ જાડેજા, સંજયભાઈ અલગોતર, અરવિંદભાઈ ફતેપરા, પોપટભાઈ ગમારા, જીલુભાઈ ગરચરે આ કામગીરી કરી હતી. (૧૪.૧૪)
(3:27 PM IST)










