News of Tuesday, 7th October 2025
સરકાર ટેકાના ભાવે મગફળીની ર૦૦ મણની ખરીદી તાકીદે ચાલુ કરેઃ તમામ જણસીની નિકાસની છુટ આપો આયાત બંધ કરો : મગફળીમાં ૦ ટકા ડયુટી કરો : ભારતીય કિસાન સંઘનું કલેકટરને આવેદન
આયાત બંધ કરો : મગફળીમાં ૦ ટકા ડયુટી કરો : ભારતીય કિસાન સંઘનું કલેકટરને આવેદન

ભારતીય કિસાન સંઘના આગેવાનોએ અકિલા કાર્યાલય ખાતે મગફળી અન્ય જણસીની ખરીદી તથા આયાત-નિકાસ અંગે કલેકટરને અપાયેલ આવેદનની વિગતો આપી હતી. (તસ્વીરઃ અભીજીત બગથરીયા
રાજકોટ, તા., ૭: ભારતીય કિસાન સંઘ રાજકોટ એકને જીલ્લા કલેકટરને આવેદન પાઠવી ટેકાના ભાવે મગફળી ર૦૦ મણની ખરીદી તાત્કાલીક ચાલુ કરવા અને ખેતી ઉત્પાદનની તમામ જણસીની વિદેશીથી આયાત બંધ કરવા તેમજ નિકાસ છુટ આપવા રજુઆતો કરી હતી.
હાલ મગફળીના માર્કેટીંગ યાર્ડના ભાવ પ્રતી મણ ૭૦૦ થી ૧૦૦૦ ચાલે છે આજ રીતે કપાસમાં પણ છે આ વર્ષ ગુજરાતમાં મગફળીનું ખુબજ વધુ ઉત્પાદન થવાનો અંદાજ છે તો સરકાર જો ખેડૂતોની બધી જ મગફળી ટેકાના ભાવે ખરીદી કરે તો જ ખેડૂતોને પરવડે તેમ છે અથવા તો મગફળીની ૦ ટકા ડ્યુટી કરી નિકાસની છૂટ આપવામાં આવે તો ટેકાના ભાવ અને બજાર ભાવે સરખા રહે તો જ ખેડૂતોને પોષાય તેમ છે.
આ બાબતે ભારતીય કિશાન સંઘ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સરકારના આવા મનઘડત નિર્ણયથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. પરિણામે જો સરકાર કપાસની આયાત બંધ ન કરે અને મગફળીની પ્રથમ રાઉન્ડમાં ૨૦૦ મણની ખરીદી કરે અને બીજા રાઉન્ડમાં બીજા ૨૦૦ મણ કલેક્ટર કચેરી.. રાજકોટ, ખરીદીની વ્યવસ્થા તાત્કાલિક ચાલુ કરે નહીંતર ના છૂટકે ખેડૂતોને ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
ગુજરાત સરકાર દર વર્ષે ગોડાઉન નથી, સ્ટાફ નથી જેવા જુદાજુદા બહાના બતાવી ખેડૂતોને મા ખેત પેદાશ વેચવાની ફરજ પડે છે કારણકે તેને પૈસાની જરૂર હોય છે અને ઉત્પાદન લેવામાં ઘણો ખર્ચ હેરાન પરેશાન કરી વાત ને તલે ચડાવી દે છે અને પરાણે ખેડૂતોને ટેકાના ભાવથી નીચા ભાવે ઓપન માકેટ કરી કર્જવાન થઈ ગયો હોય છે અને નુકસાની કરી દબાણમાં આવી આર્થિક નુકસાની સહન કરી પોતાનો વ્યવહાર ચાલુ રાખે છે.
ભારતીય કિશાન સંઘ અને ખેડૂતોની માંગણી છે કે સરકાર ખેડૂતની ખેતીને ઓનલાઈન અને કોમ્પ્યુટર રાઇસ ડેટા કરવાને બહાને છેલ્લા દશ વર્ષેથી આ હેરાનગતી ચાલુ છે અને હવે બધુજ ઓનલાઇન થઈ ગયું છે તો હવે સરકાર ખેડૂતોને વ્યાજબી ભાવ આપવા માટે સૌથી ઉત્તમ એ છે કે જો સરકારે ખેડૂતોને સહાય કરવી જ હોય તો તેને ડાયરેકટ ખેડૂતને તેના ખાતામાં મગફળીના ભાવ ડીફરેન્સના મણે ૪૦૦ થી ૫૦૦ રૂપિયા થાય છે તો સરકાર ૨૦૦ મણ ખરીદે તો ૨૦૦ થી ૪૦૦ મળી ટોટલ રૂપિયા ૮૦૦૦૦/-(એશી હજાર) ચૂકવી આપે જેથી ખેડૂતને આ રૂપિયા સમયસર મળે અને કામમાં આવે અને વ્યવહાર ચાલે અને સરકારને પણ ખરીદીમાં થતો ખર્ચ બચે જેથી સરકાર ને પણ ફાયદો થાય.
આવેદન દેવામાં પ્રમુખ સુરેશભાઈ કણસાગરા તથા અન્યો જીવરાજભાઈ વાઘાણી, કાનજીભાઈ મોલીયા, સુરેશભાઈ વરસાણી, મયુરભાઈ બાલધા, રમેશભાઈ કોયાણી,ગોપાલભાઇ રાદડિયા, ઉમંગભાઈ રાદડિયા, દિવ્યેશભાઈ દેસાઈ, જેન્તીભાઇ બાલવા, ગિરીશભાઈ સતાસીયા, લોધિકા વનરાજસિંહ જાડેજા, રાજેશભાઈ રામાણી, નીતિશભાઈ કનેરિયા, મોહનભાઈ બડેદરિયા, પ્રભુભાઈ રાજપરા, છગનભાઈ પટેલ વગેરે જોડાયા હતા. (૪.૧૩)
(3:29 PM IST)










