<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

કલેકટર કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા : સાંસદો- ધારાસભ્‍યો-કલેકટર-અધીકારીઓ દ્વારા શપથ લેવાયા

રાજકોટ તા. ૭: વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સ્‍વપ્‍નદ્રષ્ટા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સુશાસન અને સર્વગ્રાહી વિકાસના ૨૪ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજથી વિકાસ સપ્તાહનો પ્રારંભ થયો છે. જે અન્‍વયે આજે પ્રથમ દિવસે વિવિધ સ્‍થળોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા શપથ ગ્રહણનું આયોજન કરવામાં  આવ્‍યું છે. રાજકોટ કલેક્‍ટર કચેરી ખાતે ૅપ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્‍વૅને સાકાર કરવા હું મન, વચન અને કર્મથી તત્‍પર રહીશૅના કોલ સાથે સાંસદ સર્વે  રામભાઈ મોકરિયા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્‍ય  ડો. દર્શિતાબેન શાહ, કલેક્‍ટર  ડૉ. ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેક્‍ટર  એ.કે. ગૌતમ સહિત વિવિધ વિભાગના અધિકારીઓએ શપથગ્રહણ કર્યા હતા.  મહાનુભાવો તેમજ અધિકારીઓએ સ્‍વદેશી મંત્રને સાકાર કરવા અને આત્‍મનિર્ભર ભારત બનાવવા, એક ભારત શ્રેષ્‍ઠ ભારત, રાષ્‍ટ્ર પ્રથમની ભાવના કેળવી દેશના વિકાસમાં સહભાગી થવા પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરી હતી.  (૯.૩૦)

(3:45 PM IST)