<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

મનપાની ફુડ શાખા ઘી ડેપો-ડેરી ફાર્મમાં ત્રાટકીઃ ઘીના ૧પ નમૂના લેવાયા

વિવિધ વિસ્‍તારમાં આરોગ્‍ય વિભાગનું ચેકીંગઃ જુના મોરબી રોડ વિસ્‍તારમાં ૧૦ ધંધાર્થીને લાઇસન્‍સની સુચના

રાજકોટ તા.૨૭: મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન તહેવારને અનુલક્ષીને ઘીના વિક્રેતાઓના એકમો તપાસવામાં આવેલ તેમજ ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ -૨૦૦૬ હેઠળ ઘીના વિક્રેતાઓ પાસેથી કુલ ૧૫ નમૂના લેવામાં આવેલ. ઉપરાંત જુના મોરબી રોડ વિસ્‍તારમાં રર ધંધાર્થીઓના ચકાસણી કરી ૧૦ને લાઇસન્‍સ અંગે સૂચના આપવામાં આવી હતી.

નમુનાની કાર્યવાહી દરમ્‍યાન શુધ્‍ધ ઘી (લુઝ) -જય બજરંગ ડેરી ફાર્મ, શિવનગર મેઇન રોડ, ગ્રીન લેન્‍ડ ચોકડી પાસે, શુધ્‍ધ ઘી (લુઝ) -શ્રી રામ ડેરી ફાર્મ, અભિરામ પાર્ક મેઇન રોડ, શ્રીરામ પાર્ક સામે, મોરબી રોડ,  શુધ્‍ધ ઘી (લુઝ) - મધુવન ડેરી ફાર્મ, પેરેડાઈઝ હોલ સામે, ચંદન પાર્ક મેઇન રોડ, રૈયા રોડ,  શુધ્‍ધ ઘી (લુઝ) - ધારેશ્વર ડેરી ફાર્મ, શ્‍યામલ વર્ટીકસ શોપ નં.૬-૭, આલાપ ગ્રીન સીટી સામે, સાધુ વાસવાણી રોડ,  શુધ્‍ધ ઘી (લુઝ) -મહાવીર સ્‍ટોર્સ, ૨- ગુંદાવાડી,  શુધ્‍ધ ઘી (લુઝ) -વર્ધમાન પ્રોવિઝન સ્‍ટોર, ભક્‍તિનગર સર્કલ, ગીતા મંદિર મેઇન રોડ, શુધ્‍ધ ઘી (લુઝ) -જલારામ ઘી ડીપો, જ્‍યુબેલી શાક માર્કેટ સામે,  શુધ્‍ધ ઘી (લુઝ) -વોલ્‍ગા ઘી ડિપો, કેવડાવાડી મેઇન રોડ, શુધ્‍ધ ઘી (લુઝ) -જય માટેલ સ્‍વીટ એન્‍ડ નમકીન, નવા થોરાળા, ૪-રામનગર, ૮૦ ફૂટ રોડ, ડાયનામિક્‍સ કાઉ ઘી (લુઝ) તથા માહી કાઉ ઘી (૨૦૦ એમએલ પેકડજાર) રાધે સુપર માર્કેટ, નાના માવા રોડ, ICICI બેન્‍ક સામે, રાજનગર ચોક પાસે,  અમુલ કાઉ ઘી (૨૦ એમએલ પેક) બાલાજી સુપર માર્કેટ, સેટેલાઇટ પાર્ક-૩, ગાર્ડન સામે, સેટેલાઇટ ચોક, મોરબી રોડ,  શ્રી શ્રી તત્‍વા કાઉ'સ પ્‍યોર ઘી (૧૦૦ એમએલ પેકડ જાર) તથા ઓમ સુપર માર્કેટ, ૧-૨ જય વર્ધીની કોમ્‍પ્‍લેક્ષ, સાધુવાસવાણી રોડ,  શ્રીમુલ કાઉ પ્‍યોર ઘી (૧૦૦ એમએલ પેકડજાર) ઓમ સુપર માર્કેટ, ૧-૨ જય વર્ધીની કોમ્‍પ્‍લેક્ષ, સાધુવાસવાણી રોડ, ગોૈક્રિશ ઘી (મેઇડ ફ્રોમ કાઉ'સ મીલ્‍ક) (૨૦૦ એમએલ પેકડજાર) ધારેશ્વર ડેરી ફાર્મ, શ્‍યામલ વર્ટીકશ શોપ નં.૬-૭, આલાપ ગ્રીન સિટી પાસે, સાધુવાસવાણી રોડ ખાતેથી લેવામાં આવ્‍યા હતા.

૧૦ને લાઇસન્‍સની સૂચના

ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના જૂનો મોરબી રોડ વિસ્‍તારમાં આવેલ ખાધ્‍ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૦ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૨૨ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

ચકાસણી કરેલ ધંધાર્થી ઓમાં નકળંગ ફૂડ ઝોન, રાધે શ્‍યામ ડેરી ફાર્મ, શ્રી ભવાની પ્રોવિઝન સ્‍ટોર, પ્રીન્‍સ આઇસ્‍ક્રીમ, શિવશક્‍તિ દાળપકવાન, ફોર રોલ્‍સ લાઈવ આઇસ્‍ક્રીમ, રઘુવીર ગાંઠિયા, રઘુવીર પાન & કોલ્‍ડ્રિંક્‍સ, રાજ ખોડલ સુપર માર્કેટ, ક્રિન્‍સ બદામ શેકને સૂચના આપવામાં આવેલ.

(3:50 PM IST)