News of Wednesday, 8th October 2025
શાપર- વેરાવળમાં ૧ લાખના દેશી દારૂના જથ્થા સાથે બાબુ પરમાર પકડાયો
કોટડાસાંગાણીમાં નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી પકડાઇઃ ૧.૪૬ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ

શાપર-વેરાવળમાં દેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) તથા પોલીસ સ્ટાફ નજરે પડે છે.
રાજકોટ તા.૮: શાપર-વેરાવળ પોલીસે ૧.૦૪ લાખના દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસ અધિક્ષકવિજયસિંહ ગુર્જર ગે.કા પ્રોહી જુગારની પ્રવળતિઓ નેસ્તો નાબુદ કરવા માટે સુચના આપેલ હોય નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ શાપર(વે) પો.સ્ટે.ના પો.ઇન્સ આર.બી.રાણાની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફ ના પો.કર્મચારી ને મળેલ હકીકત આધારે શાપર (વે.) ભીમનગર ખાતેથી કુલ દેશીદારૂ લી.૫૨૦ કિ.રૂ.૧,૦૪,૦૦૦/- નો મુદામાલ સાથે કરેલ છે. (૧) બાબુ વરસિંગભાઇ પરમાર ધંધો-મજૂરીકામ રહે.શાપર (વેરાવળ) ભીમનગર શેરી નં-૩ ની ધરપકડ કરાઇ હતી જયારે (ર) તુષાર મનુભાઇ સોલંકી રહે શાપરનું નામ ખુલતા તેની શોધખોળ હાથધરાઇ છે.
આ કાર્યવાહી પો.હેડ કોન્સ. રાજેશભાઇ બાયલ, દિનેશભાઇ ખાટરીયા, પો.કોન્સ અલ્પેશભાઇ ડામસીયા, વિમલભાઇ વેકરીયા, રાજદીસિંહ જાડેજા , મનસુખભાઇ ચૌહાણ તથા દીવ્યેશભાઇ શામળા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
તેમજ કોટડાસાંગાણી ઇ/આ પો.કોન્સ. એમ.એસ. યાદવના માર્ગદર્શન આધારે દેશી દારૂ લીટર ૨૫ કિ.રૂ.૫૦૦૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો, એક ગેસનો બાટલો કિ.રૂ૫૦૦ તથા ગેસનુ બડલ કિ.રૂ.૫૦ એમ કુલ કિ.રૂ.૧.૪૬૯૫૦ના મુદામાલ સાથે આરોપી (૧) અનીલ રમેશભાઇ શેખલીયા ધંધો.ખેતી રહે.કોટડાસાંગાપણી ખોડીયાર માતાજીના મંદીર પાસે ભાડવા રોડ તા.કોટડાસાંગાણીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જયારે કુલદીપ વલ્લભભાઇ દુધરેજીયા રે.મફતીયાપરા કોટડાસાંગાણીનું નામ ખુલતા તેની શોધખોળ હાથધરાઇ છે.
આ કાર્યવાહી કોટડાસાંગાણીના એએસઆઇ એમ.એચ. યાદી, એએસઆઇ વિશાલભાઇ ગઢાદરા, એચસી અરવિંદભાઇ દુમાદીયા, પીસી યુવરાજસિંહ વાઘેલા તથા પીસી જીગ્નેશભાઇ કુકડીયા દ્વારા કરવામાં આવી હતી.
(2:31 PM IST)










