<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

સીંગતેલમાં વધુ ૧પ રૂા.નો ઉછાળો ૧૧ દિ'માં ડબ્‍બે ૧ર૦ રૂા. વધી ગયા

કપાસીયા તેલમાં પણ ૧૦ રૂા.ના વધારા સાથે છેલ્લા ૩ દિ'માં ૩પ રૂા.નો વધારો : કાચા માલની અછતના બહાને સટોડીયાઓનો ભાવવધારાનો ખેલ

 

રાજકોટ, તા., ૮ : સૌરાષ્‍ટ્રમાં મગફળીનો બંમ્‍પર પાક બજારમાં આવે તે પુર્વે સીંગતેલમાં સટોડીયાઓએ કાચા માલની અછતના બહાને ભાવધારાનો ખેલ ચાલુ કર્યો હોય તેમ આજે સીંગતેલમાં વધુ ૧પ રૂા.નો ઉછાળો થયો હતો.

સ્‍થાનીક બજારમાં સૌરાષ્‍ટ્રના યાર્ડોમાં મગફળીની નહિવત આવક થઇ હોવાના કારણોસર આજે પણ સિંગતેલમાં ૧પ રૂા. વધ્‍યા હતા. સીંગતેલ લુઝનો ભાવ ૧૩૩પ રૂા. હતા તે વધીને ૧૩પ૦ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ ર૩ર૦ થી ર૩૭૦ રૂા. હતા તે વધીને ર૩૩પ થી ર૩૮પ રૂા. થયા હતા. છેલ્લા ૩ દિવસમાં સીંગતેલ ડબ્‍બે ૬૦ રૂા. અને ૧૧ દિવસમાં સીંગતેલ ડબ્‍બે ૧ર૦ રૂા.નો તોતીંગ ભાવધારો થયો છે. ચાલુ વર્ષે સૌરાષ્‍ટ્રમાં મગફળીનો બંમ્‍પર પાક થનાર છે. અને મગફળીના ભાવો નીચા હોવા છતા સીઝન પુર્વે સટોડીયાઓ ભાવવધારાનો ખેલ ચાલુ કર્યો હોવાની વેપારી વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે.

સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૦ રૂા.નો ભાવધારો થયો છે. છેલ્લા ૩ દિવસમાં કપાસીયા તેલમાં ૩પ રૂા. વધી ગયા છે. કપાસીયા તેલ લુઝનો ભાવ ૧ર૭૦ રૂા. હતા તે વધીને ૧ર૮૦ અને કપાસીયા ટીનના ભાવ રરર૦ થી રર૭૦ રૂા. હતા તે વધીને રર૩૦ થી રર૮૦ રૂા. થયા છે. (૪.૧૫)

 

(3:02 PM IST)