<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

રૂડામાં ખોખડદળ ટીપી સ્‍કિમ નં.૫૭ બનાવવાની પ્રક્રિયા શરૂ

 

રાજકોટ, તા.૮: શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા તા.૨૩ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ની બોર્ડ બેઠકના ઠરાવથી સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં.૫૭ ખોખડદળ બનાવવાનો ઈરાદો જાહેર કર્યો હતો. દરમિયાન હવે આ અંગેની કામગીરી આરંભાઈ છે જેમાં યોજનાનો વિસ્‍તાર દર્શાવતો નકશો રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની કચેરીમાં જાહેર જનતાને જોવા માટે ખુલો રાખી અને સમજાવવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ખોખડદળ વિસ્‍તારમાં સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં.૫૭ બનાવવાનું નક્કી કરાયેલ છે, જેનું ક્ષેત્રફળ ૧૪૨.૯૦ હેક્‍ટર છે અને ખાનગી એજન્‍સી પાસે તેની માપણી કરાવ્‍યા બાદ ઉપરોક્‍ત સ્‍કિમ માટે ડીઆઇએલઆર કચેરીનું નીમતાણું મેળવેલ છે. સત્તામંડળના વિકસીત વિસ્‍તાર પૈકી ખોખડદળ ગામમાં ખુબ ઝડપથી વિકાસ પામી રહેલ હોવાથી ત્‍યાં મુસદારૂપ નગર રચના યોજના બનાવવાની થાય છે. યોજનાની ચતુર્દિશામાં ઉત્તરે લાપાસરીમાં સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં.૫૮ (લાપાસરી)ની હદ,

દક્ષિણે સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં. ૫૬ (ખોખડદળ-વડાલી)ની હદ, પૂર્વમાં લાપાસરીમાં સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં. ૫૯(લાપાસરી)ની હદ અને પヘમિમાં ખોખડદળમાં સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં.૫૪ની હદ આવેલી છે.

(4:01 PM IST)