<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

આંગડિયા પેઢી, સોની બજાર અને બેંકો પાસે પોલીસની ચાંપતી નજર

દીપોત્‍સવી પર્વના કાઉન્‍ટ-ડાઉન શરૂ પરપ્રાંતીયોની ગતિવિધિ ઉપર નજર રાખવા કોમ્‍બિંગ શરૂ

રાજકોટ તા.૯: દિપોત્‍સવી પર્વના કાઉન્‍ટ ડાઉન શરુ થઈ ચુક્‍યા છે. દિપાવલી પર્વ દરમિયાન શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર તરફથી વિવિધ વ્‍યુહ રચના ધડવામાં આવી છે. આંગડિયા પેઢીઓ, સોની બજાર તેમજ બેંકો પાસે પોલીસની ચાંપતી નજર છે બીજી તરફ પરપ્રાંતીયોની ગતિવિધિ ઉપર નજર રાખવા માટે શહેરના સીમાવર્તી વિસ્‍તારો તેમજ સંવેદનશીલ વિસ્‍તારોમાં પોલીસ તંત્ર દ્વારા કોમ્‍બિગ કરવામાં આવી રહ્યું છે. કોમ્‍બિંગ દરમિયાન પરપ્રાંતીયો તેમજ બહારગામથી આવનારા વ્‍યકિતઓની નામ નોંધણી કરવામાં આવે છે.

દિવાળી પર્વ દરમિયાન સોની બજારમાં દાગીનાની ખરીદી થતી હોય છે. આ ઉપરાંત આંગડિયા પેઢીઓમાં પણ ધંધાકીય રીતે રોજીંદા વ્‍યહવારો કરતાં નાણાંકીય લેવડ દેવડનું પ્રમાણ વધે છે. બેંકમાં પણ ભીડ રહેતી હોય છે. દિવાળીના તહેવાર દરમિયાન કોઈ ક્રાઈમ ના બને તે માટે પોલીસ કમિશનર નરસિમ્‍હા કોમર દ્વારા એકશન પ્‍લાન ઘડવામાં આવ્‍યો છે. સીસીટીવીથી પણ નજર રાખવામાં આવી રહી છે. શહેરના બજારોમાં તેમજ રહેણાંક વિસ્‍તારોમાં પેટ્રોલિગ ધનિષ્ઠ બનાવાયુ છે.(૩૮.૧૦)

(9:28 AM IST)