News of Thursday, 9th October 2025
મેટોડા રહેતાં માધવપુર ઘેડના દિલીપનો એસિડ પી લઇ આપઘાત
એસિડ પી પિતાને ફોન કરતાં તેણે બીજા દિકરાને મોકલ્યોઃ સારવાર માટે ખસેડાયો પણ જીવ ન બચ્યો

રાજકોટ તા. ૯: મેટોડા ગેઇટ નંબર-૧માં આવેલા અંજલી પાર્કમાં રહેતાં દિલીપ જીવાભાઇ ખાણીયા (ઉ.વ.૨૭) નામના યુવાને રાતે એસિડ પી લેતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
દિલીપ ખાણીયાએ એસિડ પીધા બાદ વતન માધવપુર ઘેડ ખાતે પોતાના પિતા જીવાભાઇને ફોન કરી જાણ કરી હતી. આથી પિતાએ મેટોડામાં જ રહેતાં નાના દિકરા ધર્મેશને જાણ કરતાં તે તાકીદે દિલીપના ઘરે પહોંચ્યો હતો અને હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતાં દિલીપનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે મેટોડા પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર દિલીપ ત્રણ ભાઇમાં નાનો હતો અને મેટોડા એકલો રહી કંપનીમાં નોકરી કરતો હતો. તેના લગ્ન થયા નહોતાં. આપઘાતનું કારણ બહાર ન આવતાં મેટોડા પોલીસે તપાસ યથાવત રાખી હતી. (૧૪.૫)
(10:45 AM IST)










