<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

રેલનગર અન્‍ડર બ્રિજમાં પસાર થાવ ત્‍યારે સ્‍વિમીંગ પુલમાં તરવા આવ્‍યા હોય તેવો તમને અહેસાસ થશે

બ્રિજમાં ૩૬૫ દિવસ પાણી ભરાયેલું જ રહે છે, લાખોનું આંધણ, એસી ઓફિસોમાં બેસતા જવાબદારો પાણીનું લીકેજ શોધી શક્‍યા નથી

રાજકોટઃ ચોમાસાએ વિદાય લીધુ છે. પરંતુ તમે રાજકોટ શહેરના રેલનગરના અન્‍ડબ્રીજમાંથી પસાર થશો તો એવું લાગશે કે વરસાદ પડયો નથી આમ છતા કેમ પાણી ભરાયેલું છે? જ્‍યારથી રેલ્‍વે દ્વારા આ બ્રિજ બન્‍યો ત્‍યારથી આ સમસ્‍યા યથાવત છે. લોખોના ખર્ચે બનેલ આ અન્‍ડરબ્રીજમાં સ્‍વીમીંગ પુલની જેમ પાણી ભરાયેલું જ રહે છે. જવાબદાર અફસરો પાણી લીકેજની સમસ્‍યાને દૂર કરી શક્‍યા નથી તે દયાજનક કહેવાય. (તસ્‍વીરઃઅભિજીત બગથરીયા)

(2:30 PM IST)