News of Thursday, 9th October 2025
ગોંડલના ભરૂડીમાં તું અંગ્રેજ કી ઔલાદ હૈ? એવું કહેતાં રમેશ યાદવ પર હુમલો
યુપીનો રમેશ પાણી ભરવા ગયો ત્યારે ભોજપુરી બોલતો હોઇ યુપીના ક્રિષ્ના અને મુન્નાએ ગુજરાતીમાં વાત કરવાનું કહી પછી અંગ્રેજીમાં વાત કરતાં ડખ્ખો

રાજકોટ તા. ૯: ગોંડલના ભરૂડીમાં રહેતાં અને કંપનીમાં નોકરી કરતાં મુળ યુપીના રમેશ કેદારભાઇ યાદવ (ઉ.વ.૩૪) ઉપર સાંજે ઘર નજીક કંપનીના નળ હોઇ ત્યાં પાણી ભરવા ગયો ત્યારે તેના જ વતનના શખ્સો ક્રિષ્ના અને મુન્નાએ ઝઘડો કરી ગાળો દઇ પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
રમેશ યાદવે કહ્યું હતું કે હું મુળ યુપીનો વતની છું અને હાલ ભરૂડી રહી કંપનીમાં નોકરી કરુ છું. સાંજે રૂમ નજીક કંપનીના નળ હોઇ ત્યાં પાણી ભરવા ગયો ત્યારે ત્યાં યુપીના જ ક્રિષ્ના અને મુન્નો પણ હોઇ મેં તેની સાથે ભોજપુરીમાં વાત કરતાં આ બંનેએ તું વર્ષોથી અહિ રહે છે તો તને ગુજરાતી બોલતા નથી આવડતું? ગુજરાતી કેમ નથી બોલતો? તેમ કહેતાં મેં તેને ગુજરાતી ભાષામાં જવાબ દીધો હતો. આ પછી તે અંગ્રેજીમાં વાત કરતો હોઇ મેં તેને તું અંગ્રેજ કી ઓૈલાદ હૈ? તેમ કહેતાં બંનેએ વધુ ઝઘડો કરી માર માર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
(2:52 PM IST)










