<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

માધાપર તળાવે માછલી પકડવા મામલે ડખ્‍ખો થયા બાદ લોહાનગરમાં છરી-ધારીયા ઉડયા

રામુ મકવાણા અને સામે ગાયકવાડીના રાજન કાપડીયાને ઇજા

રાજકોટ તા. ૯: માધાપર નજીક આવેલા તળાવે માછલા પકડવા ગયેલા લોહાનગરના યુવાન અને કીટીપરા ગાયકવાડીના શખ્‍સો વચ્‍ચે જાળ નાખવા બાબતે બોલાચાલી થયા બાદ લોહાનગરમાં પહોંચ્‍યા બાદ ફરી માથાકુટ થતાં એક બીજા પર છરી, ધારીયાથી હુમલો કરવામાં આવતાં બે જણાને ઇજા થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ રામુ ધરમશીભાઇ મકવાણા (ઉ.વ.૨૬) સાંજે ઘર પાસે હતો ત્‍યારે ગાયકવાડી કિટીપરાના રાજન, અર્જુન સહિતે આવી ઝઘડોક રી છરીથી હુમલો કરી સાથળમાં ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

સામા પક્ષે કીટીપરાનો રાજન હિતેષભાઇ કાપડીયા (ઉ.વ.૧૮) પણ પોતે લોહાનગરમાં જીમ્‍મી ટાવર પાછળ હતો ત્‍યારે પોતાના પર કિશન, રામુ સહિતે ધારીયાથી હુમલો કરી ઇજા પહોંચાડયાની રાવ સાથે દાખલ થતાં બંને બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝન પોલીસને કરી હતી. રામુએ કહ્યું હતું કે પોતે માધાપરના તળાવે માછલા પકડવા ગયો ત્‍યારે પાણીમાં જાળ નાખતા પહેલા લીલ હોઇ તે સાફ કરી હતી. આ પછી તે જાળ નાખે એ પહેલા રાજને જાળ નાંખી દેતાં બોલાચાલી થઇ હતી. બાદમાં રાજન સહિતે લોહાનગરમાં આવી મારામારી કરી હતી.

(2:54 PM IST)