<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

હાશ...ભાદરથી રાજકોટની પાણીની લાઇન બદલાશે : ૧ર૬ કરોડનો ખર્ચ

કાલે જમ્‍બો સ્‍ટેન્‍ડિગ : અધધધ ૮ર દરખાસ્‍ત ૪ તબક્કામાં ૪૩.૧૧ કિ.મી. નવી લાઇન બીછાવાશે : મનપા બસ, ટેમ્‍પો ટ્રાવેલ્‍સ ભાડે રાખવા, રેસકોર્ષ સંકુલની સ્‍ટેટીંગ રીંગ ભાડે આપવા, કટારીયા ચોકડી થી કણકોટ ચોકડી સુધીના રીંગ રોડ-ર ને ફોરલેન કામ સહિતના કામો અંગે નિર્ણય થશે

રાજકોટ, તા. ૯ :  શહેરની પાણી વિતરણ વ્‍યવસ્‍થા ૩ જળષાોત પર આધારીત છે. ત્‍યારે ભાદર ડેમ-૧ થી રાજકોટ ગુરૂકુળ પંમ્‍પીંગ સ્‍ટેશન સુધી લાઇન બીછાવી ગોંડલ રોડ આસપાસના વિસ્‍તારોમાં પાણી વિતરણ કરવામાં આવે છે. આ લાઇન વર્ષો જુની હોઇ વારંવાર લાઇન ભંગાણની ઘટના થઇ રહી છે ત્‍યારે આખરે મનપા તંત્ર દ્વારા ૪ તબક્કામાં  ૪૩.૧૧ કિ.મી. સુધી ૧ર૬ કરોડના ખર્ચે નવી લાઇન બીછાવવા નિર્ણય કર્યો છે. તેની કાર્યવાહી હાથ ધરાઇ બાદ આવતીકાલની સ્‍ટેન્‍ડીંગ કમિટીમાં આ દરખાસ્‍ત ઉપરાંત રેસકોર્ષ સંકુલમાં સ્‍કેટીંગ રીંગ ભાડે આપવા, તંત્ર બસ, ટેમ્‍પો ટ્રાવેર્લ્‍સ ભાડે રાખવા, પ્રેમ મંદિર પાછળ ૧૦પ૬ જર્જરિત આવાસો ફાળવા સહિતની ૮ર દરખાસ્‍તો અંગે નિર્ણય થશે.

મ્‍યુનિ. કોર્પોરેશનની સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગ આવતીકાલે તા. ૧૦ના શુક્રવારે બપોરે ૧ર કલાકે મ્‍યુનિ. કોર્પોરેશનની સેન્‍ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલ સ્‍ટેન્‍ડીંગ કમિટી કોન્‍ફરન્‍સ રૂમમાં સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની અધ્‍યક્ષતામાં યોજાશે જેમાં વિકાસ કામોની ૮ર દરખાસ્‍તો અંગે નિર્ણય થશે.

ભાદરથી રાજકોટ સુધી

લાઇન બીછાવાશે

મહાનગરપાલિકા હસ્‍તકની ભાદર પાણી મુસ્‍વઠા આધારિત અંદાજીતવર્ષ ૧૯૯૦-૯૧ માં નાખવામાં આવેલ ૮૬૩મીમી ડાયા.ની MS પાઈપલાઈન, નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારાજણાવ્‍યા અનુસાર રાજકોટ-જેતપુર હાઇવે (NH-27) રોડકે જે હાલ ફોર-ટ્રેક માંથી સિક્‍સ-ટ્રેક કરવાનીકામગીરીમા નડતરરૂપ હોય, આ પાઈપલાઈન શિફ્‌ટ કરવા જણાવવામાં આવેલ. જે અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જુની ૮૬૩મીમી ડાયા. ની MS  પાઈપલાઈન ખુબ જ જુની હોવાથી તેમાં કોરોઝન થવા પામેલ હોય. જેથી તેમાં વારંવાર લીકેજના પ્ર‘ રહેતા હોય તેમજ આ હયાત પાઈપલાઈન મોટા ભાગે નેશનલ હાઇવે ની વચ્‍ચે આવેલ હોય તેના લીકેજ થવાના સમયે રિપેરિંગ કરવામાં પણ પારાવાર મુશ્‍કેલી ઉદભવતી હોય, જે તમામ બાબતો ધ્‍યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જુની હયાતપ્‍લ્‍ પાઈપલાઈન ને બદલે ૧૦૧૬મીમી ડાયા. ની નવી MS 3LPE પાઈપલાઈન નાખવાનું નક્કી કરવામાં આવેલ. જે અન્‍વયે આ કામનું અંદાજપત્રકરાજ્‍ય સરકારશ્રીની "SJMMSVY"ગ્રાન્‍ટહેઠળGST સિવાય આ કામ ૪ ફ્રેમમાં કરવામાં આવશે. જેમાં અલગ-અલગ ટેન્‍ડર પ્રક્રિયા કરવામાં એવી આ કામ કુલ ૧ર૬ કરોડનો ખર્ચ થશે. 

મનપા હવે બસ અને ટેમ્‍પો બે વર્ષ ભાડેથી રાખશે

મહાનગરપાલિકાના સાંસ્‍કળતિક વિકાસ વિભાગ દ્વારા સરકારના વિવિધ કાર્યક્રમોમાં શહેરીજનોને કાર્યક્રમ સ્‍થળે લેવા તથા મુકવા માટે આજ સુધી જરૂરીત પડે મોટા વાહનો ભાડેથી રાખવામાં આવતા હતા. પરંતુ હવે ચોક્કસ સંખ્‍યામાં બે વર્ષ માટે બસ તથા ટ્રેમ્‍પો સહિતના વાહનો ભાડે રાખવા માટે પ્રક્રિયા હાથ ધરેલ જેમા ંમીનીબસ રૂા.૩૫ પરકિલો મીટર તેમજ બસ રૂા.૪૫ અને રૂા.૫૫ પ્રતિકિલો મીટર અને મોટીબસ રૂા.૬૦ પ્રતિકિલો મીટર અને ટ્રેમ્‍પો ટાવેલ્‍સ રૂા.૩૦ પ્રતિકિલો મીટર એસી અને નોનએસી ભાડેથી રાખવામાં આવશે તેમજ મંથલી ભાડુ પણ જરૂરત પડયે અલગથી ચૂકવવામાં આવશે.

કેપેસીટી બિલ્‍ડિંગ પ્રોજેકટ અંતર્ગત મનપાએ એમઓયુ કર્યા

રાજય સરકારના અર્બન ડેવલપમેન્‍ટ ડિપાર્ટમેન્‍ટ, કલાઇમેટ ચેન્‍જ ડિપાર્ટમેન્‍ટ, રાજકોટ મહાનગરપાલિકા તથા ઇકલી સાઉથ એશિયા (કેપેસીટીઝ પ્રોજેકટ ઇમ્‍પ્‍લીમેન્‍ટીંગ એજન્‍સી વતી) વચ્‍ચે સ્‍વિસ એજન્‍સી ફોર ડેવલપમેન્‍ટ એન્‍ડ કોઓપરેશન (એસ.ડી.સી.) દ્વારા ફન્‍ડેડ ‘'કેપેસીટી બિલ્‍ડીંગ પ્રોજેકટ ઓન લો-કાર્બન એન્‍ડ કલાઇમેટ રેસીલિએન્‍ટ સીટી ડેવલપમેન્‍ટ ઇન ઇન્‍ડિયા (કેપેસીટીસ)' ફેઝ-ર અમલીકરણ માટે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવેલ. આ પ્રોજેકટ અંતર્ગત એસ.ડી.સી. દ્વારા કલાઇમેટ રેસિલિયન્‍સની દિશામાં કામ કરવા માટે કુલ-૮ શહેરોને સપોર્ટ મળી રહેલ છે. જેમાં ગુજરાત રાજયનાં ૩ શહેરો (અમદાવાદ, વડોદરા તથા રાજકોટ), તમિલનાડુ રાજયના ૩ શહેરો (કોઇમ્‍બતુર, તિરુચિરાપલ્લી, તીરૂૂનલવેલી), ઉદયપુર તથા સિલીગુરી વગેરેનો સમાવેશ કરવામાં આવેલ હતો.

ફુલછાબ ચોકથી હરીહર ચોક સુધીનો વોકળો પાકો બનાવાશે

ફુલછાબ ચોક પાસે પશુના દવાખાન પાસેથી હરીહર ચોક સુધીના વોકળામાં બોકસ ગટર બનાવવાની તેમજ વોકળો પાકો કરવાની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. આથી રૂા.૬૪.૪૪ લાખના ખર્ચે વોકળો પાકો કરવાનુ કામ સ્‍ટેન્‍ડિંગમાં દરખાસ્‍ત મંજૂર થયા બાદ શરૂ કરવામાં આવશે.

વોર્ડ નં. ૧રમાં રૂા.૨૭ કરોડના ખર્ચે નવો કોમ્‍યુનિટી હોલ

મનપાના વોર્ડ નં.૧૧માં ટીપી સ્‍કીમ નં.૨૭ એફપી નં.૨(બી)માં મવડી સ્‍મશાનથી આગળ કણકોડ રોડ ઉ૫ર ગોલ ટવીન્‍સ બિલ્‍ડિંગ પાસે કોમ્‍યુનિટી હોલ બનાવા માટે દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. અંદાજે ૪૩૦૭ ચોરસ મીટર એરીયામાં સેલર, ગ્રાઉન્‍ડ ફોલર પ્‍લસ ચાર માળના બાંધકામો સમાવેશ કરવામાં આવશે. ગ્રાઉન્‍ડ ફોલપર ૨૧ દુકાનો તથા લિફટ, સ્‍ટોર રૂમ તેમજ બીજા માળે ૩૫૦ વ્‍યકિતની કેપેસીટી વાળો મેરેજ હોલ, કિંચન, ટોયલેટ તથા ત્રીજા માળે ૩૫૦ વ્‍યકિતની કેપેસિટીવાળો એસી મેરેજ હોલ, કિંચન, ટોયલેટ અને ટેરેસ ઉપર મહેમાનો માટેના આઠ રૂમ સહિતનું બાંધકામ રૂા.૨૬.૯૩ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.

પ્રેમમંદિર પાછળના ૧૦૫૬ જર્જરિત આવાસો લાભાર્થીઓને ફાળવાશે

કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાછળ બીએસયુપી ટુ અને થ્રી પ્રકારના ૧૦૫૬ આવાસો વર્ષોથી જર્જરીત હાલતમાં હતા. જેને એફોર્ડેટલ રેન્‍ટલ હાઉસિંગ કોમ્‍લેક્‍ક્ષ હેઠળ ભાડેથી આપવા માટેનો પ્રયાસ કરવામાં આવતા જે નિષ્‍ફળ જતા આ તમામ આવાસોનું સમાર કામ થયા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તબદીલ કરી નિયમ અનુસાર ફોર્મ બહાર પાડી લાભાર્થીઓને ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. ૩ લાખની વાર્ષિક આવક ધરાવતા મધ્‍યમ પરિવારને આવાસ મળવા પાત્ર છે.આ ઉપરાંત આવતીકાલની સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં જામનગર રોડથી શરૂ થયેલ રીંગરોડ-૨ ફેઇઝ૩નું કામ આગળ ધપાવવામા આવશે. કાલાવડ રોડ પર આવેલા કટારીયા ચોકડીથી કણકોટ ચોકડી સુધીનો રીંગરોડ-૨ ફોરલેન બનાવવાની માટેની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. રૂા.૩૧ કરોડના ખર્ચે ફેઇઝ-૩નું કામ પૂરુ કરવામાં આવશે. જેની દરખાસ્‍ત આવતી કાલે મંજૂર થયા બાદ કામ શરૂ કરાશે તેવી જ રીતે મનપાના કર્મચારીઓને તબીબી આર્થિક સહાય સહિતની દરખાસ્‍ત પણ મંજૂર કરવામાં આવશે. આવતીકાલે મેલેરીયા વિભાગના મશીન રીપેરીંગ તથા ઝૂ ખાતે પાણીઓને લીલો ચારો સપ્‍લાય કરવા તથા અલગ-અલગ વોર્ડમાં ભૂગર્ભ ગટરનું કામ તેમજ પેવીંગ બ્‍લોક અને મનપામાં નવા ભળેલા મુજંકામાં ડીઆઇ પાઇપ લાઇન નાખવાની કામગીરી તેમજ વોટર ઓપરેશન, ફિલ્‍ટર પ્‍લાન્‍ટ, મેનટનેશ અને પાર્ટટાઇમ સફાઇ કામ કરવા તેમજ રેસકોર્ષ ખાતે યોજાનાર કાર્નિવલના ડેકોરેટીવ માટે કન્‍સલટન્‍ટ સહિતની દરખાસ્‍તો અંગે નિર્ણય લેવામાં આવશે. 

 રેસકોર્ષની સ્‍કેટિંગ રીંગ ૩.૨૫ લાખમાં બે વર્ષ માટે ભાડે અપાશે

રેસકોર્ષ સંકૂલ સ્‍થિત સ્‍કેટિંગ રીંગ કોચીંગ માટે ભાડેથી આપવા માટેની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. સંસ્‍થા કે એકેડમીને બે વર્ષ માટે ભાડે આપવા માટે ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં સૌથી ઉચા ભાવ ૩.૨૫ હજાર આવતા હવે સિધ્‍ધાર્થ વ્‍યાસની એકેડમીને ભાડેથી આપવા માટેની દરખાસ્‍ત આવતીકાલની સ્‍ટેન્‍ડિંગમાં મજૂર કરવામાં આવશે. (૯.ર૩)

મુખ્‍ય દરખાસ્‍તો

*રેસકોર્ષ રીંગ રોડ ડેકોરેટિવ લાઇટીંગ માટે કન્‍સલટન્‍ટની નિમણુંક

*શહેરમાં વધુ ૨૮ સ્‍થળે પે એન્‍ડ ર્પાકિંગ શરૂ કરાશે

*મવડી તપન હાઇટ્‍સ પાસે નવુ ફાયર સ્‍ટેશન બનાવાશે

*લાયન સફારી પાર્ક માટે સાત નંગ વાહનો ખરીદાશે

*નાકરાવાળી ખાતે ૭.૫ લાખ મેટ.ટન કચરાનું પ્રોસેસીંગ કરાશે

*મુંજકા ખાતે૧૦.૫ એમએલડી કેપેસિટીનો જીએસઆર બનશે

*જામનગર રોડ ઉપર સફાઇ કામદારો માટે કોમ્‍યુનિટી હોલ બનશે

*કોઠારીયા ગામ અને લાપાસરીને જોડતો નદી ઉપર પુલ બનશે

*વોર્ડ નં.૬માં માંડાડુંગર વિસ્‍તારમાં નવી આંગણવાડી તૈયાર થશે.  

(3:39 PM IST)