<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

રમેશભાઇ ટીલાળા દ્વારા રવિવારે નિઃશૂલ્‍ક કેન્‍સર તપાસ અને જાગૃતિ કેમ્‍પનું આયોજન

 

રાજકોટઃ આજના દોડધામભર્યા જીવનમાં આરોગ્‍ય પ્રત્‍યે લાપરવાહી ગંભીર રોગોને જન્‍મ આપે છે. તેમજ ખેતીમાં વધતા જતાં જંતુનાશકો અને રસાયણિક ખાતરોના ઉપયોગને કારણે કેન્‍સરના રોગો એક મોટો પડકાર રૂપે ઉભરી રહ્યાં છે. લોકોમાં મો જડબાના કેન્‍સર, ગર્ભાશયના મુખના કેન્‍સર અને સ્‍તન કેન્‍સરના કેસો સતત વધી રહ્યા છે. આ કેન્‍સર રોગની સમયસર નિદાન કરવામાં આવે અને યોગ્‍ય સારવારથી જીવન બચાવી શકાય છે, અને દર્દી પોતાની સામાન્‍ય જીંદગી જીવી શકે છે.

આ કેન્‍સરના ગંભીર રોગ સામે લોકોને જાગૃત કરવા તેમજ લોકોને વ્‍યસનમુક્‍તિ માટે ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળા તથા નિર્વાણ વેલફેર ફાઉન્‍ડેશન, રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે નિઃશુલ્‍ક કેન્‍સર તપાસ તથા જાગૃતિ કેમ્‍પનું આયોજન  તા.૧૨ રવિવારના રોજ સવારે ૮:૩૦ થી બપોરે ૧:૩૦ સુધી શ્રી મેઘાણી રંગભવન, ભક્‍તિનગર સર્કલ, રાજકોટ ખાતે યોજાશે.

આ કેમ્‍પમાં કેન્‍સરના નિષ્‍ણાત ડોક્‍ટરો દ્વારા મોં જડબાના કેન્‍સર, સ્‍તન કેન્‍સર તથા ગર્ભાશયના મુખના કેન્‍સરની નિઃશુલ્‍ક તપાસ કરવામાં આવશે. ઉપરાંત, રોગ વિશેની માહિતી અને યોગ્‍ય સારવાર અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે.આ સેવાયજ્ઞમાં લોકો વધુમાં વધુ ભાગ લઈને આરોગ્‍યપ્રદ જીવન જીવે તેવી અપીલ ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળા દ્વારા કરવામાં આવી છે. વધુ વિગત માટે મો. ૯૬૨૪૫ ૦૦૦૭૨ ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:26 PM IST)