<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

વોર્ડ નં.૧માં વર્કિંગ વુમન હોસ્‍ટેલ બનશે

સ્‍ટેન્‍ડિંગ કમિટીનો આભાર વ્‍યકત કરતા કોર્પોરેટરો

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૦૧માં રૂ.૪૪.૨૮ કરોડના ખર્ચે અટલ સ્‍માર્ટ સિટી વિસ્‍તાર ટીપી સ્‍કીમ નં. ૩૨ (રૈયા), ફા.પ્‍લોટ નં. ૬૧(પૈકી)ના પ્‍લોટમાં ર્વકિંગ વુમન હોસ્‍ટેલ બનાવવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામ મંજુર કરવા બદલ કેબીનેટ મંત્રી તથા વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા,  ડો.અલ્‍પેશભાઇ મોરજરીયા,  દુર્ગાબા જાડેજા તથા હિરેનભાઇ ખીમાણીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(2:52 PM IST)