<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

વોર્ડ નં. ૦૩માં સફાઇ કામદારો માટે કોમ્‍યુનિટી હોલ, શાકમાર્કેટ-ફુડ ઝોન બનશે

રાજકોટ તા. ૧૦: મહાનગરપાલિકાના વોર્ડ નં. ૦૩ માં (૧) રૂ. ૧.૮૩ કરોડના ખર્ચે રેલનગર, માધાપર, મનહરપુર વિસ્‍તારમાં મેટલીંગ કરવાનું કામ (ર) રૂ. પ.૩૧ કરોડના ખર્ચે રેલનગરમાં શાકમાર્કેટ તથા ફૂડ ઝોન બનાવવાનું કામ. તથા (૩) રૂ. ૮.૭૦ કરોડના ખર્ચે સફાઇ કામદાર માટે જામનગર રોડ પર કોમ્‍યુનિટી હોલ બનાવવાનું કામ, આમ કુલ મળી રૂ. ૧પ.૮૪ કરોડના કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉકત કામ મંજુર કરવા બદલ ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા તથા વોર્ડ નં. ૦૩ના કોર્પોરેટરશ્રીઓ બાબુભાઇ ઉધરેજા, અલ્‍પાબેન દવે તથા કુસુમબેન ટેકવાણી દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે. 

(3:08 PM IST)