<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

સહકારનગર-નહેરૂનગર વિસ્‍તાર પેવીંગ બ્‍લોકથી મઢાશેઃ ર કરોડનો ખર્ચ

 રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૭માં રૂા. ૨.૦૧ કરોડના ખર્ચે સહકાર મેઇન રોડ તથા નહેરૂનગર ૮૦' ફૂટ રોડ પર બંને બાજુ ફૂટપાથ તથા સાઇડ સોલ્‍ડરમાં ઇન્‍ટર લોકીંગ પેવીંગ બ્‍લોક નાખવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર વિનુભાઇ ઘવા, રવજીભાઇ મકવાણા,  અનિતાબેન ગોસ્‍વામી તથા કીર્તિબા રાણા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:10 PM IST)