<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

વોર્ડ નં.૧૨માં વધુ એક ફાયર સ્‍ટેશન બનશે

રૂા.૨૩.૯૨ કરોડના જુદા-જુદા વિકાસકામો મંજુર કરાવતા કોર્પોરેટરો

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૨માં (૧)રૂ.૩.૫૮ કરોડ ના ખર્ચે જુદી-જુદી જગ્‍યાએ પેવીંગ બ્‍લોક લગાડવાનું કામ (૨)રૂ.૨૦.૦૫ કરોડ ના ખર્ચે TPS-15(વાવડી), FP-20(A)માં તપન હાઇટ્‍સ પાસે ફાયર સ્‍ટેશન બનાવવાનુ કામ તથા (૩) રૂ.૨૮.૦૩ લાખના ખર્ચે પુનિતનગર સર્કલ થી વાવડી ગેઇટ સુધીનાં ર૪મીટર રસ્‍તા પર સેન્‍ટ્રલ ડીવાઇડર કરવાનું કામ, આમ કુલ મળી રૂ.૨૩.૯૨ કરોડના વિવિધ વિકાસ કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર ડો. પ્રદીપભાઈ ડવ, મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા તથા અસ્‍મિતાબેન દેલવાડીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.(૨.૨૨)

(3:11 PM IST)