<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

વોર્ડ નં.૦૫માં અર્બન હેલ્‍થ સેન્‍ટર બનાવાશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૫માં રૂા. ૯૫.૦૯ લાખના ખર્ચે લાલપરી મેઈન રોડ પર ૨૦૦ મિમિ ડાયાની ડી.આઈ. પાઇપલાઈન તથા નવાગામ આવાસ, શક્‍તિ સોસા, શક્‍તિ-૫૬ ન્‍યુ, ખોડિયાર પાર્ક વગેરે વિસ્‍તારમાં ૧૦૦ મિમિ થી ૩૦૦ મિમિ ડા.યા ની ડી.આઈ પાઇપલાઇન નાખવાનું કામ તથા રૂા. ૧.૫૯ કરોડના ખર્ચે માલધારી સોસાયટીમાં શાળા નં.૬૭માં અર્બન હેલ્‍થ સેન્‍ટર બનાવવાનું કામ, આમ કુલ મળી રૂા. ૨.૫૪ કરોડના કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર દિલીપભાઇ લુણાગરીયા, રસીલાબેન સાકરીયા તથા ડો. હર્દિકભાઇ ગોહિલ દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.(૬.ર૦)

(3:12 PM IST)