<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

મંજુર...મંજુર...મંજુર...અ...ધ...ધ...૪૧૮ કરોડના વિકાસકામોની શહેરીજનોને ભેટ

પ્રદ્યુમન પાર્ક ઝુનુ ફુડ કોર્ટનું સંચાલન સોંપવા ફરી રી-ટેન્‍ડર કરવા તથા સામાકાંઠે આવેલ સરસ્‍વતી માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક શાળાના ટ્રસ્‍ટને મકાન ભાડેથી સોંપવા અભ્‍યાસ અર્થે પેન્‍ડીંગઃ વોર્ડ નં. ૧૧ માં ર૬.૯૭ કરોડના ખર્ચે કોમ્‍યુનીટી હોલ બનાવવા, વોર્ડ નં. ૧૮ માં આરોગ્‍ય કેન્‍દ્રમાં સ્‍ટ્રેચર લીફટ સહિતની ૮ર દરખાસ્‍તોને હરીઝંડી

 

 

મ્‍યુનિ. કોર્પોરેશનની આજે મળેલ સ્‍ટેન્‍ડિંગ કમિટી બેઠકમાં વિવિધ વિકાસ કામોના રૂા. ૪૧૮ કરોડ ખર્ચ મંજૂર કરવામાં આવ્‍યા હતાં. ઉપરોકત તસ્‍વીરમાં સ્‍ટેન્‍ડિગ કમીટી ચેરમેન જયમીન ઠાકર, સ્‍ટેન્‍ડિંગ સભ્‍ય નરેન્‍દ્રસિંહ વાઘેલા, હાર્દિક ગોહેલ, નેહલ શુકલ, રૂચિતાબેન જોષી, દક્ષાબેન વસાણી તથા ડેપ્‍યુટી કમિશનર મહેશ જાની, સેક્રેટરી ધવલ જેસડિયા સહિતના અધિકારીઓ નજરે પડે છે. (તસ્‍વીર :- સંદિપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૦ : મ્‍યુનિ. કોર્પોરેશનની સ્‍ટેન્‍ડીંગ કમીટીની મીટીંગ આજે ચેરમેન જયમીન ઠાકરના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી. જેમાં વોર્ડ નં. ૧૧ માં કણકોટ રોડ પર ર૬.૯૭ કરોડના ખર્ચે કોમ્‍યુનીટી હોલ બનાવવા, વોર્ડ નં. ૧૮ માં કોઠારીયા ખાતે આરોગ્‍ય કેન્‍દ્રમાં હોસ્‍પીટલ લીફટ રૂા. ૧૭.પ૩ લાખના ખર્ચે બનાવવા સહીતની ૮ર દરખાસ્‍તો સાથેના રૂા.૪,૧૮,૭૪,૩૭, ૨૭૨ જયારે શહેરના લાલપરી વિસ્‍તારમાં આવેલ પ્રદ્યુમન પાર્ક વિસ્‍તારમાં ફુડ કોર્ટ સંચાલન સોંપવા રી-ટેન્‍ડર કરવા તથા સામાકાંઠે રણછોડનગર વિસ્‍તારમાં આવેલ સૌરાષ્‍ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્‍ટ (સરસ્‍વતી માધ્‍યમીક-ઉચ્‍ચતર કન્‍યા વિદ્યામંદીર)ને મકાન લીઝથી આપવા સહિતની દરખાસ્‍ત પેન્‍ડીંગ રાખવા નિર્ણય કરવામાં આવ્‍યો છે.

ભાજપ સંકલન બાદ સ્‍ટેન્‍ડીંગ કમીટીમાં વિવિધ વિકાસ કામોની  ૮ર દખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવ્‍યો હતો.

મનપાની સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠમાં કમિશનર વિભાગમાં રજૂ થયેલ ૮૪ દરખાસ્‍ત પૈકી ૮૨ મંજૂર કરી રૂા.૪૧૮ કરોડના વિકાસ કામોનું શહેરીજનોને દિવાળી ભેટ આપી હતી. દરખાસ્‍ત પૈકી ઝૂ પાસે ફૂડ ઝોન બનાવવા માટે ટેન્‍ડરમાં ઓછા આવતા રી-ટેન્‍ડર કરવાની સૂચના આપેલ જ્‍યારે રણછોડ નગર શેરી નં.૧૦મા આવેલ  સરસ્‍વતી માધ્‍યમીક અને ઉચ્‍ચતર માધ્‍યમીક શાળાનું મકાન સૌરાષ્‍ટ્ર શિક્ષણ અને સેવા સામજ ટ્રસ્‍ટને લીઝ ઉપર આપવાની દરખાસ્‍ત કોઇ પણ કારણોસર અભ્‍યાસ અર્થે પેન્‍ડિંગ રાખવા નિર્ણય કરવામાં આવ્‍યો છે. આ દરખાસ્‍ત અંગેની ચર્ચામાં સભ્‍યોએ જણાવ્‍યું હતું કે અહી  સેલ્‍ફ ફાયનાન્‍સથી શાળા ચલાવવામાં આવે છે. તો શું મનપા  તંત્ર ખાનગી શાળાઓને મકાન ભાડે આપશે તેવો સુર વ્‍યકત થતા સ્‍ટેન્‍ડીંગ ચેરમેને આ દરખાસ્‍ત અભ્‍યાસ અર્થે પેન્‍ડીંગ રાખવા નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થયેલ દરખાસ્‍ત પૈકી કટારીયા ચોકડીથી કણકોટ ચોકડી સુધીના રીંગરોડ-૨ના રૂા.૩૧ કરોડના ફેઇઝ-૩ના ખર્ચેને મંજૂરી આપવામાં આવી છે. તેવી જ રીતે કણકોટ રોડ ઉપર કોમ્‍યુનિટી હોલ અને વાવડીના નવા ફાયર સ્‍ટેશનને પણ મંજૂરી આપવામાં આવી હતી. સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં ૮૪ દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. જે પૈકી જામનગર રોડથી શરૂ થયેલ રીંગરોડ-૨ ફેઇઝ૩નું કામ આગળ ધપાવવામા આવશે. કાલાવડ રોડ પર આવેલા કટારીયા ચોકડીથી કણકોટ ચોકડી સુધીનો રીંગરોડ-૨ ફોરલેન બનાવવાની માટેની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. રૂા.૩૧ કરોડના ખર્ચે ફેઇઝ-૩નું કામ પૂરુ કરવામાં આવશે. જેની દરખાસ્‍ત મંજૂર થતા ટૂંક સમયમાં કામ શરૂ કરાશે તેવી જ રીતે મનપાના કર્મચારીઓને તબીબી આર્થિક સહાય સહિતની દરખાસ્‍ત પણ મંજૂર કરવામાં આવેલ. મેલેરીયા વિભાગના મશીન રીપેરીંગ તથા ઝૂ ખાતે પાણીઓને લીલો ચારો સપ્‍લાય કરવા તથા અલગ-અલગ વોર્ડમાં ભૂગર્ભ ગટરનું કામ તેમજ પેવીંગ બ્‍લોક અને મનપામાં નવા ભળેલા મુજંકામાં ડીઆઇ પાઇપ લાઇન નાખવાની કામગીરી તેમજ વોટર ઓપરેશન, ફિલ્‍ટર પ્‍લાન્‍ટ, મેનટનેશ અને પાર્ટટાઇમ સફાઇ કામ કરવા તેમજ રેસકોર્ષ ખાતે યોજાનાર કાર્નિવલના ડેકોરેટીવ માટે ક્‍ધસલટન્‍ટની નિમણુક સહિતની દરખાસ્‍ત મંજૂર કરવામાં આવી હતી. (૪.૧૩)

 કયા કામોનો કેટલો ખર્ચ

કામની વિગત રકમ  

રસ્‍તાકામ                       રૂ. ૫૧,૨૧,૩૩,૦૫૩

ડ્રેનેજ                            રૂ. ૬,૭૩,૩૭,૨૯૮    

પેવિંગ બ્‍લોક                    રૂ. ૫,૫૯,૦૫,૮૨૨    

આર્થિક તબીબી સહાય          રૂ. ૧૭,૫૪,૬૭૫      

કાર્યક્રમ ખર્ચ                    રૂ. ૭૩,૫૨,૫૦૦      

ડી.આઈ. પાઈપલાઈન         રૂ. ૯૫,૦૯,૬૨૭      

સોલીડ વેસ્‍ટ (સફાઈ) SWM     રૂ. ૩૬,૫૮,૨૭,૫૦૦

સ્‍ટોર્મ વોટર ડ્રેઈન               રૂ. ૧,૭૭,૦૭,૫૩૩    

વાહન ખરીદી                   રૂ. ૮,૩૬,૦૫,૧૪૪    

વોટર વર્કસ                     રૂ. ૧,૬૨,૩૮,૪૩,૮૫૮

ગાર્ડન/વળક્ષારોપણ           રૂ. ૩૦,૫૩,૫૦૦      

નવી વોર્ડ ઓફીસ / નવુ ફાયર સ્‍ટેશન        રૂ. ૨૦,૦૫,૫૭,૪૩૪

ઝૂ/ એનિમલ હોસ્‍ટેલ           રૂ. ૯૬,૪૧,૦૦૦      

નવું આરોગ્‍ય કેન્‍દ્ર / લેબોરેટરી રૂ. ૧,૫૯,૫૫,૩૦૦    

બોક્‍સ કલવર્ટ / સ્‍લેબ કલ્‍વર્ટ   રૂ. ૪,૯૪,૪૪,૬૬૯    

હોકર્સ ઝોન                      રૂ. ૫,૩૧,૧૪,૮૭૬    

સ્‍મશાન                         રૂ. ૪૩,૬૨,૮૭૩      

નવા કોમ્‍યુનિટી હોલ / પાર્ટી પ્‍લોટ   રૂ. ૩૫,૬૭,૧૧,૯૬૮

વોંકળા કામ                     રૂ. ૨,૭૮,૭૧,૩૨૬    

બિલ્‍ડીંગ કામ/નવીનીકરણ     રૂ. ૭૦,૩૩,૪૮,૯૪૭

નવી આંગણવાડી               રૂ. ૧૩,૦૭,૬૮૦      

લાઈટીંગ / રોશની             રૂ. ૧,૪૨,૮૭,૦૯૩    

ફૂટપાથ / રોડ ડીવાઇડર      રૂ. ૨૮,૦૩,૬૯૬       

કુલ ખર્ચ       રૂ. ૦

(3:14 PM IST)