<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

વિકાસ સપ્તાહઃ રાજકોટને-ર૧ સહિત રાજયભરમાં નવી ર૦૧ બસો ફાળવાઇઃ ૪ર૦૦ એકસ્‍ટ્રા બસ દોડશે

મુખ્‍યમંત્રીશ્રીએ લીલીઝંડી આપીઃ દિવાળી અંગે ઓનલાઇન બુકીંગ ૯૦% બુક થયુ

રાજકોટ, તા.૧૦: રાજયામાં ચાલી રહેલ વિકાસ સપ્‍તાહ અંતર્ગત આજે રાજય એસટી બોર્ડ દ્વારા ૨૦૧ નવી બસનું લોકપર્ણ તથા દિવાળી તહેવારોમાં એકસ્‍ટ્રા બસની શરૂઆત ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે આજે કરાવી હતી

આ નવી બસોમાં ૧૩૬ સુપર એકસપ્રેસ ૬૦ જેટલી લકઝરી અને ૫ મીની બસોનો સમાવેશ થાય છે.

એસટી બોર્ડ રાજકોટથી ૧૦૦ સહિત કુલ ૧૬૦૦ એકસ્‍ટ્રા બસો વિવિધ શહેરોમાંથી દોડાવવાનું આયોજન કર્યુ છે.

આજે અપાયેલ નવી બસોમાંથી રાજકોટને સેમી લકઝરી, ૩- મીની અને બે સુપર બસો ફાળવાઇ છે. જયારે અમદાવાદને -૧૭ અમરેલી-૪, ભુજ-૧૯, વડોદરા, ભાવનગર -૨, હિંમતનગર -ગાંધીનગર-૨૧, જૂનાગઢ-૯, જામનગર-૧૪ બસો ફાળવાઇ છે.

આ ઉપરાંત એસટી બોર્ડ કુલ ૪૨૦૦ એકસ્‍ટ્રા બસો દિવાળી ઉપર દોડાવશે જેના સંચાલનો આજથી પ્રારંભ થયો હતો. (૩.૧૭)

(3:33 PM IST)