News of Friday, 10th October 2025
પાર્કિંગ મેનેજમેન્ટ મને આપો, લોકો અને તંત્ર બંનેને લાભ કરાવીશઃ નેહલ
ભાજપી કોર્પોરેટરનો ભાજપી શાસકોને પડકારઃ લોકો પાસે પાર્કિંગના પૈસા નહિ લઉ અને મહાપાલિકાને રૂા.૧ લાખ વધારે આપીશઃ નેહલ શુકલે ડઝનેક દરખાસ્તોનો વિરોધ કર્યોઃ દરખાસ્ત

રાજકોટ તા.૧૦: મનપાની સ્ટેન્ડીંગ કમીટી પહેલા મળતી ભાજપની સંકલનની બેઠકમાં વોર્ડ નં.૭ના કોર્પોરેટર નેહલ શુકલએ આખા રાજકોટના પે એન્ડ પાર્ક પોતાના ટ્રસ્ટ દ્વારા ઓપરેટ કરવા તથા લોકોને નિઃશુલ્ક વાહન રાખવા દેવાની સાથે આવેલ ભાવ કરતા રૂ.૧ લાખ વધુ આપવાની ઓફર આપતા સોંપો પડી ગયો હતો.
સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ વોર્ડ નં.૭ના નગરસેવક નેહલ શુકલએ સંકલન બેઠકમાં વિવિધ મુદે ચર્ચા કરી હતી. જેમાં પે એન્ડ પાર્ક, વર્કીંગ વુમન હોસ્ટેલ સહિતની દરખાસ્તો ઉપર ભારે તડાપીટ બોલાવી હતી.
જેમાં આ વખતે સ્ટેન્ડિંગના સભ્યો નેહલ શુકલે પણ અગાઉ પણ દરખાસ્તોનો ઉંડો અભ્યાસ કરી શંકાસ્પદ દરખાસ્તોની વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં આજે પણ પે એન્ડ ર્પાકિંગની દરખાસ્ત અંગે કહયું કે, શહેરના તમામ ર્પાકિંગ મારા ટ્રસ્ટને સોપો. હું લોકો પાસેથી શુલ્ક નહીં લઉ. આવક કરતા વધુ એક લાખ રૂપિયા સાથે મનપાને ભરપાઇ કરીશ તેવુ જણાવી અલગ અલગ શંકાસ્પદ ૧૧ દરખાસ્તનો વિરોધ કરી અધિકારીઓને આડેહાથ લેતા ચકચાર મચી ગઇ હતી.
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ૮૪ દરખાસ્ત પૈકી ૨૮ સ્થળે પે એન્ડ ર્પાકિંગની દરખાસ્ત રજૂ થયેલ જે મુદ્દે સ્ટેન્ડિંગ સભ્ય નેહલ શુકલે સ્ટેન્ડિંગના સભ્યો અને અધિકારીઓને જણાવેલ કે, પે એન્ડ ર્પાકિંગ પ્રથાબંધ કરવી જોઇએ અને નિયત કરેલા સ્થળોએ લોકોને મફતમાં વાહનો પાર્ક કરવાની છૂટ આપવી જોઇએ અથવા ૧ રૂપિયો ટોકન દર લેવો જોઇએ પે એન્ડ ર્પાકિંગ થકી થતી આવક ઉપરાંત એક લાખ રૂપિયા હું મહાનગરપાલિકાને આપીશ.
તેમણે વધુમાં જણાવેલ કે પે એન્ડ ર્પાકિંગ સંચાલકો મનપાએ નિયત કરેલ વાહનનની ફી ઉપરાંત વધુ રકમ લેવામાં આવતી હોવાની રાવ ઉઠેલી છે.
જેના લીધે શહેરીજનો પે એન્ડ ર્પાકિંગનો ઉપયોગ કરવાના બદલે આડેધડ વાહનો પાર્ક કરી રહ્યા છે. જેના કારણે આજ સુધી ટ્રાફિક સમસ્યા હલ થઇ નથી. આથી મફતમાં ર્પાકિંગ આપી શહેરીજનોની સમસ્યા અને ટ્રાફિક માંથી છૂટકારો મેળવવો જોઇએ.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્યો અને અધિકારીઓએ જણાવેલ કે, આ પોલીસી રાજ્ય સરકારની હોવાથી તેમા મહાનગરપાલિકા કોઇ પ્રકારની બાંધછોડ કરી શકતું નથી. આ ઉપરાંત શહેરના સામાકાંઠે આવેલ સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમીક શાળાનું મકાન સોૈરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટને આપવાની દરખાસ્તની ચર્ચામાં જણાવ્યું હતું કે, અહીં શાળા હવે સેલ્ફ ફાયનાન્સ શાળા ચાલે છે. હવે મનપા ખાનગી શાળા ચલાવવા મકાન ભાડે આપશે? તેવા સુર વ્યકત કર્યા હતો.(૨.૨૩)
(4:15 PM IST)










