<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

મનપાના ખાતમુહુર્તથી લોકાર્પણ સુધી કામોનું દૈનિક ઓનલાઇન રિપોર્ટીંગઃ પીએમયુ રચાશે

આઠ સીનીયર અધિકારીઓની ટીમ બનાવાશેઃ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટેકનીકલ કામો માટે કરાર આધારિત હંગામી ધોરણે કુલ ૩પ ફિલ્‍ડ એન્‍જીનીયરીંગ (સીવીલ)ની જગ્‍યાઓ ભરાશે સરકાર તરફથી આરએમસીને આવતું નાણા ભંડોળ સારી રીતે વપરાય, સારા સમયમાં વપરાય, સારૂ કવોલીટી મોનીટરીંગ થઇ શકે અને સમયમર્યાદામાં સારામાં સારૂ ઇન્‍ફ્રાસ્‍ટ્રકર લોકોને આપી શકાય તેવો આશય

રાજકોટ તા.૧૦: શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત શહેરના વિવિધ ટેકનિકલ પ્રોજેક્‍ટોના અમલીકરણમાં ઝડપી ગતિ લાવવા માટે ફિલ્‍ડ એન્‍જીનીયરોની નિમણૂક મહત્‍વપૂર્ણ છે. આ યુવા ટેકનિકલ શક્‍તિના સહકારથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકાસને વધુ ગુણવત્તાયુક્‍ત અને ટકાઉ બનાવવાનો હેતુ છે.

રાજ્‍ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘શહેરી વિકાસ વર્ષ - ૨૦૨૫'ના અનુસંધાને રાજ્‍યભરમાં વિવિધ શહેરોમાં વિકાસકાર્યોને નવી ગતિ અને દિશા આપવા માટે વિશાળ આયોજન હાથ ધરાયું છે.આ કામગીરી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના માળખાકીય વિકાસને વધુ સુવ્‍યવસ્‍થિત, ગુણવત્તાયુક્‍ત અને ટેકનિકલ રીતે મજબૂત બનાવવા માટે અનેક મહત્‍વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાના તમામ કામોનું સોફ્‌ટવેરના માધ્‍યમથી દૈનિક મોનીટરીંગ કરવા તેમજ ખાતમુર્હુતથી લઈને લોકાર્પણ સુધીની કામગીરીનું દૈનિક રીપોર્ટીંગ કરવાના આશય સાથે આઠ સીનીયર અધિકારીઓની ટીમથી સજ્જ ‘પ્રોજેકટ મેનેજમેન્‍ટ યુનિટ(PMU)' ની રચના કરવામાં આવશે.

તેમજ રાજ્‍ય સરકાર દ્વારા જાહેર કરાયેલ‘શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટેકનીકલ કામો, દૈનિક ફીલ્‍ડ વિઝીટ કરી મોનીટરીંગ, રિપોર્ટીંગ માટે ૧૧ માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે કુલ-૩૫ ફિલ્‍ડ એન્‍જીનીયર(સિવિલ)ની જગ્‍યાઓ ભરવામાં આવશે. તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ જણાવ્‍યું હતું.

રાજકોટ મહાનગરપાલિકા નવું વિઝન લઈને આવી રહ્યું છે જેમાં કંટ્રોલ રૂમ / વોર રૂમની વ્‍યવસ્‍થા સાથે પ્રોજેક્‍ટ મેનેજમેન્‍ટ યુનીટ અને ૩૫ ફીલ્‍ડ એન્‍જિનિયરની ટીમ દૈનિક કામગીરી કરશે. જેનો મુખ્‍ય આશય સરકાર તરફથી RMCને આવતું નાણા ભંડોળ સારી રીતે વપરાય, સારા સમયમાં વપરાય, સારું ક્‍વોલીટી મોનીટરીંગ થઇ શકે અને સમયમર્યાદામાં સારામાં સારું ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર લોકોને આપી શકાય તેવો છે.

પ્રોજેક્‍ટ મેનેજમેન્‍ટયુનિટની મુખ્‍ય કામગીરીઓમાં શહેરમાં ચાલી રહેલા દરેક પ્રોજેક્‍ટની દૈનિક સ્‍થળ પર જઈને દેખરેખ રાખવી.કામગીરીની પ્રગતિ, ગુણવત્તા અને ટેકનિકલ ધોરણોની ચકાસણી કરવી.પ્રોજેક્‍ટ સાઇટ પરથી લેવામાં આવેલા દૈનિક રિપોર્ટ્‍સ મહાનગરપાલિકા મુખ્‍ય કચેરીને સુપરત કરશે.

દરેક પ્રોજેક્‍ટની શરૂઆતથી લઈને અંતિમ લોકાર્પણ સુધીના દરેક તબક્કાનુંડોકયુમેન્‍ટેશન તૈયાર કરશે, સમયપત્રક મુજબ કામગીરી પૂર્ણ થાય તે માટે સંકળાયેલા વિભાગો વચ્‍ચે સંકલન કરશે. વિલંબ, અવરોધ અથવા તકનીકી તકલીફ અંગે તાત્‍કાલિક રિપોર્ટ રજૂ કરી નિવારણ લાવશે.

દરેક પ્રોજેક્‍ટમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની ગુણવત્તા અને ટેકનિકલ ધોરણોની ખાતરી કરવી. સ્‍થળ ચકાસણી બાદ રિપોર્ટ રજૂ કરશે જેથી પ્રોજેક્‍ટના દરેક તબક્કામાં પારદર્શિતા જળવાઈ રહે. દૈનિક અને સાપ્તાહિક રિપોર્ટ તૈયાર કરી મહાનગરપાલિકાના ઉચ્‍ચ અધિકારીઓને રજૂ કરવાના રહેશે. દરેક પ્રોજેક્‍ટ માટે ફોટોગ્રાફિક, વિડિઓ અને ડિજિટલ ડેટા એકત્રિત કરી એક સેન્‍ટ્રલ સિસ્‍ટમમાંઅપલોડ કરાશે. પ્રોજેક્‍ટની ગતિશીલ માહિતી ‘‘ડેશબોર્ડ સિસ્‍ટમ''પર ઉપલબ્‍ધ કરશે.(૨.૨૪)

 

(3:54 PM IST)