<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

શાશ્‍વત ફાઉન્‍ડેશન દ્વારા કાલે આરોગ્‍ય યજ્ઞ વિનામૂલ્‍યે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્‍પ

લેબોરેટરી ટેસ્‍ટ, દવાઓ પણ અપાશેઃ ઈચ્‍છુક દર્દીઓએ સ્‍થળ પર જ પહોંચવું

રાજકોટઃ શાશ્‍વત ફાઉન્‍ડેશન રાજકોટ દ્વારા એમ.પી.ભંમરનાં સંયુક્‍ત ઉપક્રમે મેગા સર્વ રોગ નિદાન મેડીકલ કેમ્‍પનું આયોજન રવિવાર તા.૧૨ના સવારે ૯ થી ૧ સુધી અક્ષર શૈક્ષણિક સંકુલ, કુવાડવા રોડ ખાતે રાખવામાં આવ્‍યું છે. આ મેગા મેડીકલ કેમ્‍પમાં હૃદય રોગ, બી.પી. સહિત તમામ રોગોના નિષ્‍ણાંત તબીબો સેવા આપશે. આંખના રોગના દર્દીઓને ચશ્‍મા તથા ટીપા નિઃશુલ્‍ક તેમજ લેબોરેટરી ટેસ્‍ટ અને દવાઓ પુરો કોર્ષ નિઃશુલ્‍ક આપવામાં આવશે.

આ આરોગ્‍ય યજ્ઞમાં ડો.ભરતભાઈ બોઘરા (પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભાજપ) ધારાસભ્‍યો ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલારા, મેયર નયનાબેન પેઢડીયા, સ્‍ટે.ચેરમેન જયમીનભાઈ ઠાકર, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, પૂર્વ શહેર ભાજપ મુકેશભાઈ દોશી, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા-વાવડી, મહામંત્રી અશ્‍વીનભાઈ મોલિયા, પુરૂષાર્થ યુવક મંડળ પ્રમુખ કિશોરભાઈ રાઠોડ, ફાયર બ્રિગેડ કમીટી ચેરમેન દિલીપ લુણાગરીયા, ક્રેડાઈ ચેરમેન પરેશભાઈ ગજેરા, શાળા સંચાલક મંડળનાં પરિમલભાઈ પરડવા, રામભાઈ ગેરૈયા, વિશાલભાઈ, નરેન્‍દ્રભાઈ વગેરે ઉપસ્‍થિત રહેશે.

મેડીકલ કેમ્‍પને સફળ બનાવવા શાશ્‍વત ફાઉન્‍ડેશનનાં પ્રમુખ નિલેશપુરી ગોસ્‍વામી, સહ આયોજક અને કેમ્‍પ પ્રબંધક મયુરભાઈ પી.ભંભર, પરેશભાઈ સખિયા, ધર્મેશભ)ઈ પાટલીયા, ઉદયભાઈ માંડલિયા, ગિરિશભાઈ ગોહેલ, હિમાંશુભાઈ ક્‍યાડા, પરેશભાઈ ટોપિયા, ધર્મેન્‍દ્રભાઈ પિલોજપરા, પરેશભાઈ ઢોલરીયા, મહેશભાઈ ટોપિયા, નવિનભાઈ સાંગડીયા તથા ફાઉન્‍ડેશનનાં લેડીઝ ક્‍લબનાં બહેનો, યુવા ક્‍લબનાં યુવા ભાઈઓ-બહેનો વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(11:10 AM IST)