News of Saturday, 11th October 2025
BISની રાજકોટ બ્રાંચ દ્વારા રાવકીમાં દરોડાઃ ૧૦૪ લેન્ડીંગ વાલ્વ કબ્જે કરાયા
BIS માર્ક વિના ઉત્પાદન-વેચાણ થતું હતું : ગ્રાહકોને પણ ચેતવા અપીલ

રાજકોટ, તા., ૧૧ : બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડડર્સ રાજકોટ શાખાના અધિકારીઓ પિયુષ ગેડીયા (ડેપ્યુટી ડાઇરેકટર) શુભમ (સહાયક ડાઇરેકટર) દ્વારા દરોડા પાડી મેસર્સ ક્રિએટીવ ટેકનો કાસ્ટ, ગોકુલ ઇન્ડસ્ટ્રીયલ એરીયા શેડ-૪, ગામ રાવકી ખાતે શોધ અને જપ્તી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મેસર્સ ક્રિએટીવ ટેકનો કાસ્ટ માન્ય CM/L સીરીયલ નંબરો અને સીરીયલ નંબરો અને ઉત્પાદન પર BIS સ્ટાન્ડર્ડ માર્ક વિના લેન્ડીંગ વાલ્વનું ઉત્પાદન અને વેચાણ કરવાનો વ્યવસાય કરતી હતી. જેના કારણે BIS એકટ,ર૦૧૬ની કલમ ૧૭(૧) નું ઉલ્લંઘન થયું હતું. જે BIS એકટ ર૦૧૬ ની કલમ ર૯ હેઠળ સજાપાત્ર છે.
અધિકારી સુત્રોના કહેવા મુજબ શોધ અને જપ્તી કામગીરી દરમિયાન આઇએસઆઇ માર્ક ધરાવતા કુલ ૧૦૪ લેન્ડીંગ વાલ્વ જપ્ત કરવામાં આવ્યા હતા.
ગ્ત્લ્ ગ્રાહકોને જણાવ્યું છે કે તેઓ ચિન્હિત વસ્તુઓના લાઇસન્સ નંબર તપાસવા અને ઉત્પાદનની અધિકૃતતા ચકાસવા માટે ગ્ત્લ્ કેર એપ્લીકેશનનો ઉપયોગ કરે. ગા્રહકોને ઉદ્યોગો દ્વારા આવા દુરૂપયોગથી સાવધ રહેવા અને આવા કોઇ પણ દુરૂપયોગની જાણ ગ્ત્લ્ ને કરવા ઉમેરાયું છે.
(3:52 PM IST)










