<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

સ્‍વદેશી મેળો ખુલ્લો મુકાયોઃ ૧૩૦ સ્‍ટોલમાં વિવિધ ઉત્‍પાદનો મળશે

રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે તા.૧૫ સુધી સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી મુલાકાત કરી શકાશે : ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાના હસ્‍તે લોકાર્પણઃ હસ્‍તકલા, હેન્‍ડલુમ, ક્રાફટ, ફુડ, ખાદી સહિતની વસ્‍તુઓ મળશે

રાજકોટ તા.૧૧: નરેન્‍દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્‍ડિયા', એક જીલ્લો - એક ઉત્‍પાદન' અને ‘આત્‍મનિર્ભર ભારત'ના વિઝનને સાકર કરવા અને ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત' બનાવવાના વિઝન સાકાર કરવા માટે સ્‍વદેશી ઉત્‍પાદનો અને સેવાઓના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેર ગળહ નિર્માણ વિભાગની અધિસૂચના અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫'ની ઉજવણી અંતર્ગત તા.૧૦ થી તા.૧૫ દરમ્‍યાન રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ ‘સ્‍વદેશી મેળો-૨૦૨૫ - શોપિંગ ફેસ્‍ટીવલનો શુભારંભ તા.૧૦ ને શુક્રવારે સાંજે  ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો.

‘સ્‍વદેશી મેળા-૨૦૨૫'- ‘શોપિંગ ફેસ્‍ટીવલ' રાજકોટ શહેરના નાગરિકોને સ્‍વદેશી ઉત્‍પાદનો, હસ્‍તકલા, પરંપરાગત વાનગીઓ અને સ્‍થાનિક ઉદ્યોગોની ઝાંખી કરાવવાનો અનોખો પ્રયત્‍ન છે. આ સ્‍વદેશી મેળામાં ૧૩૦ સ્‍વદેશી વસ્‍તુઓના સ્‍ટોલ્‍સ અને ૧૮ ફૂડ સ્‍ટોલ્‍સ રાખવામાં આવ્‍યા છે.

આ મેળામાં વિવિધ ઝોનમાં સ્‍વદેશી વસ્‍તુઓના સ્‍ટોલ્‍સ ગોઠવવામાં આવ્‍યા છે, જેમાં હસ્‍તકલા,  હેન્‍ડલૂમ અને ખાદ્ય ઉત્‍પાદનોના સ્‍ટોલ્‍સ, સ્‍વદેશી ચીજવસ્‍તુઓના સ્‍ટોલ, સ્‍વદેશી ક્રાફ્‌ટ વસ્‍તુઓના સ્‍ટોલ, સ્‍થાનિક ઉત્‍પાદકો દ્વારા ઉત્‍પાદિત ચીજવસ્‍તુઓના સ્‍ટોલ, ફૂડ આઇટમના સ્‍ટોલ, ચિલ્‍ડ્રન એક્‍ટીવીટી ઝોન, મહિલા સ્‍વ સહાય જૂથો દ્વારા બનાવાયેલા ઘરગથ્‍થુ ઉત્‍પાદનો તથા ખાદી અને ગ્રામઉદ્યોગ વિભાગના ઉત્‍પાદનોના સ્‍ટોલ છે.

મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર  નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા  લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા દ્વારાનાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ પરિવાર સાથે આ સ્‍વદેશી મેળા- શોપિંગ ફેસ્‍ટીવલની મુલાકાત લે અને સ્‍થાનિક ઉદ્યોગોને સમર્થન આપીને આત્‍મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં સહભાગી બને.

આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને  મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહ્યા હતાં. આ પ્રસંગે ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા,રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, કોર્પોરેટરો, મહાનગરપાલિકાના ડેપ્‍યુટી કમિશનર મહેશભાઈ જાની અને ચેતન નંદાણી, સંગઠનના હોદેદારો, અધિકારી-કર્મચારીઓ અને શહેરીજનો ઉપસ્‍થિત રહ્યા હતાં.

(2:36 PM IST)