<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

નેપાળી યુવાન, તેના માતા, ભાઇ પર વેવાઇ પક્ષનો છરીથી હુમલો

પુષ્‍કરધામ રોડ કેવલમ્‌ પાસે આરએમસી ક્‍વાર્ટરમાં બનાવ આકાશના નાના ભાઇ અર્જુનની પત્‍નિ અનુ રિસામણે હોઇ સમાધાનની વાત કરવા આવેલા અનુના માતા, ભાઇઓ અને માસી તૂટી પડયા

રાજકોટ તા. ૧૧: પુષ્‍કરધામ નજીક ક્‍વાર્ટરમાં રહેતાં નેપાળી યુવાનના નાના ભાઇની પત્‍નિ મનહરપ્‍લોટમાં એકાદ મહિનાથી રિસામણે હોઇ સમાધાનની વાત કરવા આવેલા  નાના ભાઇના સાસુ, બે સાળા, માસીજીએ વાતચીત વખતે ડખ્‍ખો કરી છરીથી હુમલો કરી તેમજ ઢીકાપાટુ મારતાં યુવાન, તેના ભાઇ, માતાને ઇજા થઇ હતી. આ લોકોએ માથે જતાં ખૂનની ધમકી પણ દીધી હતી.

આ અંગે યુનિવર્સિટી પોલીસે પુષ્‍કરધામ  પાસે કવલમ્‌ નજીક આવેલા આરએમસી ક્‍વાર્ટર બ્‍લોક નં. ૧૨ રૂમ નં. ૧માં રહેતાં આકાશ અમરસિંહભાઇ દરજી-નેપાળી (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી મનહર પ્‍લોટ ગાયત્રી હોસ્‍પિટલ પાછળના એપાર્ટમેન્‍ટમાં રહેતાં સુજલ ગણેશભાઇ આઉજી, વ્‍હિમ, સુજલના માતા નિર્મળાબેન, સુજલના માસી રાધીકાબેન વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

આકાશ દરજી-નેપાળી મજુરી કરે છે અને પત્‍નિ ચંદાબેન, પિતા અમરસિંહભાઇ અને નાના ભાઇ અર્જુન સાથે રહે છે. અર્જુનના પત્‍નિનુ઼ નામ અનુ છે અને તેણી એકાદ મહિનાથી રિસામણે છે. આકાશે જણાવ્‍યું હતું કે મારા ભાઇ અજુનના સાળા સુજલ આઉજી અને વિહમ તથા આ બંનેના માતા નિર્મળાબેન અને માસી રાધીકાબેન મનહરપ્‍લોટમાં રહે છે. આ ચારેય મારા ભાઇ અર્જુન અને તેની પત્‍નિ અનુના સમાધાન માટે અમારા ઘરે આવ્‍યા હતાં. સમાધાનની વાત ચાલુ હતી ત્‍યારે બોલાચાલી થતાં આ લોકો જતાં રહ્યા હતાં. બાદમાં રાતે સાડા અગીયારેક વાગ્‍યે હું ઘરે હતો ત્‍યારે સુજલ, તેના માતા નિર્મળાબેન, માસી રાધીકાબેન ફરી અમારા ઘરે આવ્‍યા હતાં અને ગાળો દઇ ઝઘડો કર્યો હતો.

આથી આ લોકોને ગાળો બોલવાની મારા માતા, ભાઇએ ના પાડતાં આ લોકો ઝપાઝપી કરવા માંડયા હતાં. સુજલે છરી કાઢી મને માથામાં મારી દીધી હતી. તેમજ મારા માતા ચંદાબેનને મારા ભાઇના સાસુ નિર્મલાબેન, માસીજી રાધીકાબેને ઢકીાપાટુ માર્યા હતાં. મારો ભાઇ અર્જુન અમને વધુ મારથી છોડાવતો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ લોકો ભાગી ગયા હતાં. ભાઇ અર્જુનની પતિન અનુ રિસામણે હોઇ તેના સમાધાનની વાત વખતે માથાકુટ થતાં ભાઇના સાળા, સાસુ, માસીજી સહિતે આવી ઝઘડો કરી મારકુટ કરી મારા ભાઇ અર્જુનને મારી નાંખવાની ધમકી આપી હતી. તેમ વધુમાં આકાશે કહેતાં એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(3:18 PM IST)