<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

આત્‍મનિર્ભર ભારત સંકલ્‍પ અભિયાન અંતર્ગત ભાજપ કાર્યાલય ખાતે કાર્યશાળા બેઠક

રાજકોટઃ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે આત્‍મનિર્ભર અંતર્ગત કાર્યશાળા બેઠક યોજાઈ હતી જેમાં  આ બેઠકમાં કચ્‍છ જીલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડા, પ્રદેશ સહઇન્‍ચાર્જ હિરેનભાઈ હીરપરા, સૌરાષ્‍ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, રાજકોટ શહેર સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, શહેર પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક નેતા મનીષ રાડીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, ''આત્‍મનિર્ભર ભારત સંકલ્‍પ અભિયાન''ના રાજકોટ મહાનગરના ઈન્‍ચાર્જ ડો. પ્રદિપ ડવ, અશ્વિન ભોરણીયા, લીનાબેન રાવલ, યોગેશ પાંચાણી, હાર્દિક બોરડ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ અભિયાન બેઠકમાં સાંઘિક ગીત કાથડભાઈ ડાંગર દ્વારા તેમજ આ અભિયાનનું સંકલ્‍પ વાંચન જીજ્ઞેશભાઈ જોષી દ્વારા કરવામાં આવેલ, અંતે બેઠકની આભાર દર્શન રાજકોટ શહેર મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા દ્વારા કરવામાં આવેલ હતું.

(3:32 PM IST)