હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરકારે ફરી ફાયર વિભાગને એનઓસી કામગીરી સોંપીઃ ફટાકડા વેપારીઓમાં તડાફડી
અગાઉ પ૦૦ મી. સુધીની જગ્યા માટે એનઓસીમાં છુટછાટ અપાયેલઃ ફરી જુનો નિયમ અમલી : પોલીસ દ્વારા ફાયર સેફટી સાધનો, ચેકિંગ, લાઇસન્સ સહિતની કામગીરી કરવામાં આવતી હતી

રાજકોટ, તા.૧૧: દિવાળીના તહેવાર ને હવે અઠવાડીયાની જ વાર છે, ત્યારે ફટાકડાના સ્ટોલ ધારકોએ ફાયરના નિયમો મુદ્દે મહાનગરપાલિકામાં પૂછપરછ શરૂ કરી હતી અને આ મુદ્દે સરકાર પાસેથી અભીપ્રાય માંગવામાં આવેલ જે અંતર્ગત રાજ્ય સરકારે નવુ નોટીફિકેશન જાહેર કરી ૫૦૦ મીટરથી ઓછા ક્ષેત્રફળમાં ફટાકડાનો સ્ટોલ કરવામાં આવે ત્યારે ફાયર એનઓસીની જરૂર નથી તેવુ જણાવેલ.
ઉપરાંત ફાયર સેફટીના સાધનો સહિતના નિયમોની અમલવારી ફરજિયાત બનાવી ચેકિંગ સહિતની તમામ જવાબદારી પોલીસ વિભાગને સુપ્રત કરી લાયસન્સ પોલીસ દ્વારા ઇસ્યુ કરવામાં આવે તેવુ જણાવેલ પરંતુ ફાયરના નિયમોની જાણકારી પોલીસ વિભાગ પાસે ન હોવાથી છટક બારીનો લાભ સ્ટોલ ધારકો લઇ શકે છે.
જેથી સરકારે હવે પરિપત્રમાં ફેરફાર કરી ૫૦૦ મીટરથી નાના સ્ટોલ ધારકોએ પણ ફાયર સેફટીના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. તેમજ ચેકિંગ જવાબદારી ગત વર્ષની માફક ફાયર વિભાગ ઉપર નાખી દેતા તંત્રએ ફરી વખત અલગ અલગ ટીમો બનાવી ફટાકડા સ્ટોલનું ચેકિંગ શરૂ કર્યુ હોવાનું જાણવા મળેલ છે.
ફટાકડાના વેપારમાં જો દૂકાનની સાઈઝ ૫૦૦ ચોરસ મીટરથી ઓછી હશે તો પણ ફાયર તંત્રનો અભિપ્રાય અનિવાર્ય રહેશે. આ સ્પષ્ટતા રાજ્યના ગળહ વિભાગના સંયુક્ત સચિવે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવને પત્ર લખીને પાઠવી છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મહાનગરોમાં ફટાકડાના લાયસન્સ ઈસ્યુ કરવા, તેને રિન્યુ કરવા અને ઈન્સ્પેક્શનને મુદ્દે શહેરી તંત્ર, પોલીસ અને ફાયર તંત્ર વચ્ચે જવાબદારીની આપ-લે થઇ છે. જેને લઈને ગળહ વિભાગે ફટાકડાના વેચાણ માટેની પરમીટ આપતા પૂર્વે ફાયર તંત્રનો અભિપ્રાય અનિવાર્ય જ રહેશે તેમ સ્પષ્ટ કર્યુ છે.
ગળહ વિભાગના સંયુક્ત સચિવ ડો. હર્ષિત ગોસાવીએ શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ એમ. થેનારસનને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, ૩૦મી સપ્ટેમ્બરે રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ફટાકડા લાઈસન્સ આપનાર ઓથોરિટી ફાયરની એનઓસી કે અભિપ્રાય આપવા જેવી ટેકનિકલ બાબત માટે સક્ષમ નથી એટલે ગળહ વિભાગના ૯મી સપ્ટેમ્બરના પત્ર સાથે પાઠવાયેલા ચેકલિસ્ટ બાબતે સ્પષ્ટતા કરી આપવામા આવે.
આ સંદર્ભે શહેરી વિકાસ વિભાગે વર્ષ ૨૦૨૧ની આઠમી જૂલાઈએ જે જાહેરનામું પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે તેમાં સ્પષ્ટપણે પ૦૦ ચોરસ મીટરથી વધારે માપ ધરાવતી દૂકાનો અને એકમો માટે જ ફાયર સેફિટ સર્ટિફિકેટ લેવાનું રહે છે. તેમ કહેવાયુ છે. પરંતુ, ફટકાડાના સંગ્રહ અને વેચાણ કરવાના પરવાનાને આપવાનો કિસ્સામાં કોઈ વિસ્ફોટ કે આગ સંબંધિત અનિચ્છનીય બનાવના બને તેની ખાસ તકેદારી રાખવી આવશ્યક છે.
આથી, આ બાબતે સ્પષ્ટતા સહ જણાવવામા આવે છે કે, સક્ષમ કક્ષાએ થયેલા નિર્ણય મુજબ લાયસન્સ આપનાર ઓથોરિટીને ફાયર સેફટી અંગે સેફટી ઓથોરિટી દ્વારા અભિપ્રાય આપવામા આવે તે હિતાવહ જણાય છે.










