<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

મુખ્‍યમંત્રીના આગમન સમયે આપ વિદ્યાર્થી નેતાઓની અટકાયત

રાજકોટઃ આજે  મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ રાજકોટ મુલાકાતે હોય ત્‍યારે  આપ વિદ્યાર્થી પાંખ ના કાર્યકર્તાઓ પહોંચે તે પહેલા જ ભક્‍તિનગર સર્કલ પાસેથી પોલીસ દ્વારા પ્રદેશ સંગઠન મહામંત્રી સુરજ બગડા, સૌરાષ્‍ટ્ર ઝોન પ્રમુખ પ્રણવ ગઢવી, રાજકોટ પ્રમુખ કલાપી વારા, ઉપપ્રમુખ મોહિત ઝીંઝુવાડીયા,  મંત્રી વિવેક ચાવડા, આયુષ ઝાલા સહિત કાર્યકર્તાઓ ની અટકાયત કરવામા આવી અને અન્‍ય કાર્યકર્તાઓને અલગ અલગ સ્‍થળે નજર કેદ કરવામાં આવ્‍યા.

(3:39 PM IST)