<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

માત્ર ૭ વર્ષની ઉંમરે હૈદરાબાદ ખાતે યોજાયેલ સ્‍પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્‍યો

જિમ્‍નાસ્‍ટિક્‍સમાં રાજકોટની પૌત્રી, અમદાવાદની કાયરા શાહે આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ ગોલ્‍ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યુ

રાજકોટઃ શહેરની દિકરી અને અમદાવાદ ખાતે સાસરે રહેતા પ્રિયાબેન ભાવિનભાઈ પટેલ (હાલ અમદાવાદ)ની સાત વર્ષની પુત્રી કાયરા હાર્દિકભાઈ શાહએ તાજેતરમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ધી ઈન્‍ટરનેશનલ સ્‍કુલ સ્‍પોર્ટ ઓર્ગેનાઈઝેશન (આઇએસએસઓ) દ્વારા હૈદરાબાદ ખાતે યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય કક્ષાની જિમ્‍નાસ્‍ટિક સ્‍પર્ધામાં કાયરાએ (અન્‍ડર-ઈલેવન ગ્રુપમાં) પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્‍ડ મેડલ જીત્‍યો છે.

સમગ્ર ભારતના ૧૦૩ સ્‍પર્ધકો અને ગુજરાતના ૧૪ સ્‍પર્ધકોમાંથી એકમાત્ર કાયરા આ સિદ્ધિ મેળવી શકી છે. ફકત સાત વર્ષની નાની ઉંમરે આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ ગોલ્‍ડ મેડલ મેળવીને કાયરાએ રાજકોટ, અમદાવાદ અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે, તેમજ મોઢ વણિક સમાજનું ગૌરવ વધાર્યું છે.

અમદાવાદની આનંદ/નિકેતન ઇન્‍ટરનેશનલ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી કાયરાની આ સિદ્ધિ બદલ શાળાના પ્રિન્‍સિપાલ અને ક્‍લાસ ટીચરે અભિનંદન પાઠવી વિશેષ સમારોહનું આયોજન કર્યું હતું. માતા પ્રિયાબેન અને પિતા હાર્દિકભાઈ શાહના સપોર્ટ તથા મહેનત રંગ લાવી છે.

કાયરાની આ સિદ્ધિ બદલ દાદા-દાદી પિનાકીનભાઈ-તળપ્તિબેન શાહ, પરદાદા લાયન ચીમનભાઈ શાહ સહિત પરિવારજનોએ ખુશી વ્‍યક્‍ત કરી શુભેચ્‍છાઓ પાઠવી હતી. આ ઉપરાંત, ઓલ ઈન્‍ડિયા મોઢ વણિક સમાજ, ફેડરેશન મોઢ વણિક સમાજ, રાજકોટ કન્‍યા છાત્રાલયના ટ્રસ્‍ટીઓ, રાજકોટ શહેર ભા.જ.પ.ના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, સૌરાષ્‍ટ્ર દશા મોઢ માંડલીયા વણિક મહાજનના પ્રમુખશ્રી દિલીપભાઈ કલ્‍યાણી સહિત વિવિધ મંડળો અને વ્‍યક્‍તિઓ દ્વારા કાયરા પર અભિનંદન વર્ષા કરવામાં આવી છે.

(3:45 PM IST)