<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

માવતરે જતાં મહિલાના થેલામાંથી ૧ લાખના સોનાના કાઠલાની ચોરીઃ ચોરી કર્યા બાદ કારચાલક અને ટોળકીએ કહ્યું-અમારે પાર્સલ ભરવા જવું છે તમે ઉતરી જાઓ!

મહિલા પોતાના દિકરા સાથે બીલીયાળા જવા ગોંડલ ચોકડીએથી કારમાં બેઠા હતાં

પડધરીના મધુબેન બાંભવાના થેલામાંથી એક લાખનો હાર ચોરી લેવાયોઃ કારરાજકોટઃ ચોરીનો વધુ એક બનાવ બન્‍યો છે. જેમાં આજીડેમ પોલીસે પડધરીના ભરવાડવાસમાં રહેતાં મધુબેન રઘુભાઈ બાંભવા (ઉ.વ. ૪૦)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. મધુબેન ગત તા.૧૨ના કારમાં બેસી બીલીયાળા ગામે પિયરમાં જઇ રહ્યા હતા ત્‍યારે ગોંડલ હાઈ-વે પર કાર ચાલક અને તેની સાથેના અજાણ્‍યા શખ્‍સે તેના થેલામાંથી રૂા. ૧ લાખની કિંમતનો સોનાનો ભરવાડી કાઠલો ચોરી લીધાની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મધુબેને પોલીસને જણાવ્‍યું કે ગત તા.૧૨ના તેને બીલીયાળા ગામે પિતાના ઘરે જવાનું હોવાથી તે તેના નાના પુત્ર વિવેક સાથે એસટી બસમાં પડધરીથી રાજકોટ આવ્‍યા હતા. જ્‍યાં રૈયા ચોકડી પાસેથી સીટી બસમાં ગોંડલ ચોકડીએ પહોંચ્‍યા હતા. જ્‍યાંથી તે બિલીયાળા ગામ જવા સફેદ કલરની કારમાં બેઠા હતા. આ કારમાં ડ્રાઇવર અને તેની બાજુમાં અજાણ્‍યો શખ્‍સ બેઠા હતા. તે કારની આગળની સીટમાં ભેગા બેઠા હતા. કારમાં કુલ ચાર જણા હતા. આ સમયે તેની પાસે રહેલ થેલો કે જેમાં કપડા ઉપરાંત સોનાનો કાંઠલો હતો તે અજાણ્‍યા શખ્‍સે લઈ તેના પગના ભાગે મુકયો હતો. એકાદ કીમી દૂર પહોંચતા ચાલકે કાર ઉભી રાખી અમારે પાર્સલ ભરવા માટે અહીં નજીકમાં જવાનું હોવાથી તમે થોડીવાર અહીં ઉભા રહો કહી તેને નીચે ઉતારી ત્‍યાંથી ચાલ્‍યા ગયા હતા. જેથી તેણે થેલો ચેક કરતાં તેમાં સોનાનો કાઠલો જોવા નહીં મળતાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસહાથ ધરી છે.

(11:13 AM IST)